પ્રેમનો વિરોધઃ બજરંગ દળ દ્રારા રિવરફ્રન્ટ પર હોબાળો

અમદાવાદમાં બજરંગદળ દ્વારા વેલેન્ટાઈન ડેનો વિરોધ કરાયો છે. જેમાં બજરંગદળના કાર્યકર્તાઓએ રિવર ફ્રન્ટ પર બેઠેલા કપલને ભગાડી મૂક્યા હતા. બજરંગ દળે વેલેન્ટાઈન ડે ન ઉજવવા માટે ચેતવણી જાહેર કરી છે.આજે વેલેન્ટાઈન ડે હોઈ કેટલાક કપલ્સ રિવર ફ્રન્ટ ખાતે પહોંચ્યા હતા. પરંતુ બજરંગ દળના કાર્યકર્તાઓ તેમની પર વરસી પડ્યા હતા. બજરંગ દળના કાર્યકર્તાઓ હાથમાં કેસરી પાઈપ લઈને રિવર ફ્રન્ટ પહોંચ્યા હતા. તેમણે પાઈપ બતાવીને કપલ્સને ભગાડી મૂક્યા હતા. જેને પગલે યુવક-યુવતીઓમાં નાસભાગ મચી હતી. આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં બજરંગ દળે વેલેન્ટાઈન ડેને ધર્મ અને જેહાદ સાથે જોડ્યું છે. વેલેન્ટાઈન ડે અગાઉ રસ્તા પર પોસ્ટર લગાવીને વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી હતી. કાર્યકર્તાઓએ વેલેન્ટાઈન ડેના વિરોધમાં પ્રદર્શન કરી કર્યા છે. બજરંગ દળે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, વેલેન્ટાઈન ડે ઉજવવું ભારે પડી શકે છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.