પ્રો રેસલીંગ લીગમાં ભારતીય સ્ટાર રેસલર સુશીલ કુમાર સૌથી મોંઘો 55 લાખમાં ખરીદાયો

દિલ્લી : પ્રો રેસલીગ લીગની ત્રીજી સીઝન નજીક આવી રહી છે. ત્યારે રવિવારે ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. જેમાં બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય રેસલર સુશીલકુમારે પ્રો રેસલિંગ લીગની લિલામીમાં સૌથી વધુ કિંમત મેળવી હતી. જ્યારે મહિલાઓમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી અમેરિકાની હેલેના મારુલિસ (57 કિગ્રા) માટે હરિયામા હેમર્સની ટીમે 44 લાખ રૂપિયામાં ખરીદી પોતાની ટીમમાં સામેલ કરી હતી.

દિલ્હી સુલતાન્સની ટીમે સુશીલકુમારને 55 લાખ રૂપિયામાં ખરીદી પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હેલેનાએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે ભારતમાં યોજાનારી આ પ્રો રેસલિંગ લીગનો હિસ્સો બનવાથી હું અત્યંત ખુશ છું. જ્યારે રિયો ઓલિમ્પિકમાં બારતને બ્રોન્ઝ મેડલ અપાવનારી સાક્ષી મલિકને મુંબઇ મરાઠીએ 39 લાખ રૂપિયા આપી ખરીદી હતી.

બજરંગ પુનિયા ૩૫ કિગ્રા વજન વર્ગમાં યુપી દંગલ તરફથી રમતો જોવા મળશે. યુપીની ટીમે તેના માટે 25 લાખ રૂપિયાની કિંમત ચૂકવી હતી. આ ઉપરાંત યુપીની ટીમે વિનેશ ફોગાટ માટે 40 લાખ રૂપિયાની કિંમત ચૂકવી હતી. જ્યારે તેની મોટી બહેન ગીતા ફોગાટ (62 કિગ્રા) માટે યુપીએ 28 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.

રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ઇરાનના હસન સાબ્જાલી માટે હરિયાણાની ટીમે 46 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. રિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા કશિયાના સોસલાન રામોનોવ મુંબઇની ટીમ તરફથી રમતો જોવા મળશે. મુંબઇએ તેને 38 લાખ રૂપિયાની રકમ આપી પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.