વલસાડ પોલીસે ચોરી છુપે લઈ જવાતો દારૂ ના જથ્થા વાળી એસ.ટી બસ પકડી .

વલસાડ :  ચોર પોલીસ ની રમત થી વલસાડ પોલીસ ઉપર નથી આવતું ત્યાં સમગ્ર દક્ષિણ ગુજરાત માં જો વલસાડ નું નામ ખરાબ હોય તો તેછે દારૂ માં,વલસાડ પોલીસ,એલ.સી.બી.પોલીસ,ના નાક નીચેથી રોજિંદા બુટલેગરો કરોડો નું દારૂ વલસાડ માર્ગે સમગ્ર ગુજરાત માં ઘુસાડતા હોય છે ત્યારે એકાદ કેસ માં પોલીસ ને બાતમી મળી જાય ત્યારે આ પોલીસ તેમનું કામ કરતા હોય છે ત્યારે આજે વલસાડ એસ.ટી ડેપો નજીક વલસાડ પોલીસે બાતમી ના આધારે એક એસ.ટી.બસ નંબર GJ-18-Z-2242 જે બસ ઉમરગામ થી ઉપડી અંબાજી જઈ રહી હતી જે બસ ની અંદર વાપી હાઇવે થી ચાર મહિલા બુટલેગર દારૂનો જઢ્ઢો ભરી સુરત તરફ જઈ રહી હોવાની બાતમી અંગે બસ ને વલસાડ રોકી તેમાંથી તમામ ચારે મહિલા બુટલેગર ને પોલીસે રંગે હાથ દારૂના જથ્થા સાથે પકડી પાડી પેસેન્જર ભરેલ એસ.ટી.બસ ને વલસાડ સી.ટી પોલીસ મથક માં લઇ ગઈ હતી જ્યાં પોલીસે બસ ડ્રાઈવર અને કંડકટર ની પૂછપરછ કરી બાદમાં એસ.ટી.બસ ના મુસાફરો ને તકલીફ ન પડે એ માટે બસ રવાના કરી હતી જ્યારે પકડાયેલ મહિલા બુટલેગર પાસે થી પોલીસે દમણ બનાવતી દારૂ બોટલ નંગ592 જેની કિંમત રૂપિયા 29,600 નો મુદ્દા માલ કબજે કર્યો હતો, જ્યારે આ પકડાયેલ મહિલા બુટલેગરો બિન્દાસ કેમેરા સમકક્ષ જાણે કોઈ વીરતા ની કામ કર્યું હોય તેમ હા અમે દારૂ વેચીએ છે , તું ફોટા ના પાડ નું રટણ કરતા નજરે પડ્યા હતા, જુવો સંપૂર્ણ હકીકત વિડ્યો માં.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Twitter Auto Publish Powered By : XYZScripts.com