ઠંડીની રજાઓમાં અા Hill Stations પર કરો ફરવાનું પ્લાનીંગ

ઠંડીની રજાઓમાં મોટાભાગે લોકો Hill Stations પર ફરવા જવાનું પ્લાન કરતા હોય છે. અાજે અમે તમને અેવા સુંદર Hill Stationsની માહિતી અાપીશું જ્યાં ફરીને તમે રજાઓને યાદગાર બનાવી શકશો. અાવો જાણીએ ઠંડીમાં ગરમી અાપતા અા સ્થળો વિશે.

કૂર્ગ- ખુબસુરત ઝરણાં અને પહોડોવાળા અા નાનકડા Hill Station પર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. કુદરતી સૌંદર્ય સાથે સમય પસાર કરનારા માટે અા સ્થળ બેસ્ટ છે.

મુન્નાર- લીલી છમ હરિયાળી ઘાટીથી ભરપૂર અને દૂર સુધી જ્યાં જ્યાં નજર કરો ત્યાં ચાના બગીચાઓ પર્યટકોને અાકર્ષિત કરે છે. અા રોમેન્ટીક જગ્યા પર ઠંડી ઠંડી હવાની મજા માણી શકશો.

અરાકૂ ઘાટી-ફરવા માટે હર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો અાવે છે. હરી-ભરી વાદિયોથી કુદરતી સૌંદર્યથી ભરપુર તેમજ મંદિર,ઝરણાં અને સુંદર બાગબગીચા ધરાવે છે.

કોડાઈકેનાલ-કુદરતી સૌંદર્ય ધરાવતા અા સ્થળ પર પર્યટકોની હંમેશા ભીડ હોય છે.ખુબજ શાંત અા Hill Station પર તમને ચારેતરફ હરિયાળી જ દેખાશે

ઔલી- બરફથી છવાયેલી અા વાદીમાં તમે તમારા પાર્ટનર કે પુરા ફેમિલી સાથે સ્કેટિંગની મજા માણી શકશો. બરફ સાથે સાથે તમે પ્રાકૃતિક સૌંદર્યની મજા પણ માણી શકશો.

 

ઝિરો- અરૂણાચલ પ્રદેશના શહેર જંગલથી ઢંકાયેલા પહાડો અને ખુબસુરત કબીલામાં રહેવાનો અાનંદ તમે માણી શખશો. શાંતી અને મેડિટેશન માટે અા પરફેક્ટ જગ્યા છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.