પારડી માં રૂ 4 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામો સાથે ક્રિકેટ સ્ટેડિયમનું ખાત મુહૂર્ત કર્યું .

              

                    પારડી નગર પાલિકા દ્વારા 3.97 કરોડના ખર્ચે તળાવમાં ક્રિકેટ સ્ટેડિયમ .પેવર બ્લોકના રસ્તા ઓ સહિત વિવિધ  કામોનું ખાત મુહૂર્ત સોમવારના રોજ પારડી ધારાસભ્ય અને સાંસદ ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પારડી નગર પાલિકા વિસ્તારના બાકી કામો ચૂંટણી પહેલા પૂર્ણ કરવાનું આહવાન કરાયું હતું.અમદાવાદના  કાંકરિયા તળાવની  જેમ પારડી પાલિકા ના ઐતિહાસિક તળાવને વિકસાવવાની જાહેરાત પારડી ધારાસભ્ય દ્વારા કરાઈ હતી.પારડી ચિવલ રોડ સ્થિત તળાવ પાસે સોમવારના સવારે રૂ 1.68 કરોડના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ. રૂ 1.36 કરોડના ખર્ચે નેશનલ હાઇવે 8 થી પારડી બાલાખાડી સુધી આર સી સીની બોક્ષ ગટર .પારડીના નગર પાલિકા ના જુદા જુદા વિસ્તારના પેવર બ્લોક ના રસ્તા .પારડી ચાર રસ્તાથી મરી માતા મંદિર સુધી રોડની બંને બાજુએ વોલ ટુ વોલ પેવર બ્લોકના કામોનું ખાત મુહૂર્ત સાંસદ કે સી પટેલ અને પારડી ધારાસભ્ય કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રંસંગે જણાવ્યું હતું કે 70 ટકા પાલિકાની કામગીરી થઈ ચૂકી છે 100 ટકા કામગીરી પૂર્ણ કરવાની છે. આ વખતે 28 માંથી 28 બેઠકો ભાજપ કબ્જે કરશે આ કાર્યક્રમ માં પાલિકા પ્ર રતન બેન પટેલ.દેવેન શાહ. ઉપ પ્ર રાજન ભટ્ટ.અલી અંસારી નિલેશ ભંડારી.કેતન પ્રજાપતિ સહિતના અગ્રણી ઓ હાજર રહ્યા હતા.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.