પાકિસ્તાનની એંકરે કર્યુ કંઇક આવુ

પાકિસ્તાનમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ થવાને કારણે આખા દેશમાં વ્યાપક રોષ ફેલાયો છે. પાકિસ્તાનીઓ રસ્તાથી માંડીને સોશ્યિલ મીડિયા સુધી ન્યાયની માગણી કરી રહ્યા છે, ગુસ્સો પ્રદર્શિત કરી રહ્યા છે. કસૂરમાં રહેતી ઝૈનબ અંસારી પર કરવામાં આવેલા દુષ્કર્મ સંબંધે પાકિસ્તાનનાં અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન થયાં છે. કેટલાંક સ્થળોએ પરિસ્થિતિ એટલી બગડી હતી કે પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો.આ દરમ્યાન પાકિસ્તાનની એક ખાનગી ટીવી ચેનલનાં એક એન્કર અલગ રીતે સમાચાર વાંચતાં જોવા મળ્યાં હતાં.’સમા ટીવી’ નામની ચેનલનાં એન્કર કિરન નાઝ ગુરુવારે એક બુલેટિનમાં તેમની દીકરીને લઈને આવ્યાં હતાં. તેમણે દીકરીને ખોળામાં બેસાડીને તેમણે ઝૈનબ અંસારી સાથેના દુષ્કર્મના સમાચાર વાંચ્યાં હતાં. બુલેટિનની શરૂઆત કરતાં કિરન નાઝે કહ્યું હતું, “આજે હું કિરન નાઝ નથી, પણ એક મા છું. એટલે આજે મારી બાળકી સાથે બેઠી છું.”જનાજો જેટલો નાનો હોય એટલો ભારે હોય છે અને આખો સમાજ તેના ભાર તળે દટાઈ જતો હોય છે.” દીકરીને ખોળામાં લઈને સમાચાર વાંચવાનું કારણ પૂછવામાં આવ્યું, ત્યારે કિરન નાઝે કહ્યું હતું, “જાતને અંકુશમાં રાખવાનું મારા માટે બહુ મુશ્કેલ હતું. “હું આખી રાત ઊંઘી શકી ન હતી અને વિચારતી રહી હતી. મારી દીકરીની આંખોમાં ઝૈનબનો ચહેરો દેખાતો હતો.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.