પીવી સિંધુ કોરિયા ઓપન જીતનારી પ્રથમ ભારતીય

ભારતની બેડમિન્ટર સ્ટાર વર્લ્ડ નંબર-4 પી.વી.સિંધુએ કોરિયા ઓપન સુપર સીરીઝ પર કબ્જો જમાવ્યો છે. ઓલોમ્પિકની સિલ્વર મેડલિસ્ટ સિંધુએ રવિવારે ફાઈનલમાં વર્લ્ડ નંબર-9 જાપાનની નોઝોમી ઓકુહારાને એક કલાક 24 મિનિટ સુધી ચાલેલા મુકાબાલમાં 22-20, 21-11, 21-18થી મ્હાત આપી. આ સાથેજ 22 વર્ષની સિંધુએ ઈતિહાસ રચી દીધો છે. આ જાપાની શટલરે ઓગસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશીપના ફાઈલનમાં સિંધુને હરાવી હતી.
પીવુ સિંધુની ઐતિહાસિક જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત પ્રકાશ જાવડેકરે પણ તેની સિદ્ધીને બિરદાવી હતી. સિંધુ કોરિયા ઓપન પર કબ્જો જમાવનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી બની છે. 1991માં શરૂ થયેલી આ ટૂર્નામેન્ટના 26 વર્ષના ઈતિહાસમાં સિંધુ પહેલાં કોઈ ભારતીય શટલરે આ ટ્રોફી પોતાને નામે કરી નથી.સિંધુએ 7મી સુપર સીરીઝ મુકાબલાના ફાઇનલમાં ઓકુહારાને જોરદાર ટક્કર આપી હતી અને પ્રથમ ગેમ 22-20 સાથે જીતી હતી.જયારે બીજી ગેમમાં ઓકુહારા હાવી રહી અને તેને સિંધુને 11-21થી હરાવી. પરંતુ નિર્ણાયક ગેમમાં સિંધુનો સંકલ્પ કામ આવ્યો અને તેને જાપાની ખેલાડીને પરાસ્ત કરી ચેમ્પિયનશીપ પોતાને નામે કરી છે.
સિંધુએ 2017માં ત્રીજો ખિતાબ પોતાને નામે કર્યો છે. તેમને આ વર્ષે સૈદય મોદી ઇન્ટરનેશનલ અને ઈન્ડિયા ઓપન સુપર સીરીઝનું ટાઈટલ હાંસલ કર્યુ હતું. સિંધુએ કોરિયા ઓપનમાં જીત હાંસલ કરતાંની સાથે જ તેની કેરિયરનો ત્રીજો સુપર સીરીઝ ખિતાબ પોતાના નામે કર્યો છે. 22 વર્ષની હૈદરાબાદી ગર્લ સિંધુએ ન માત્ર ઈતિહાસ રચ્યો પરંતુ પોતાની જ ઉંમરની ઓકુહારાને હરાવીને બદલો પણ લીધો છે. જાપાની શટલરે ગત માસે વિશ્વ ચેમ્પિયનશીપના ફાઈનલમાં સિંધુને હરાવી હતી. સિંધુની જીતની સાથે જ ઓકુહારા સામે કુલ 8 મેચમાં 4-4ની બરાબરી થઈ છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Twitter Auto Publish Powered By : XYZScripts.com