એક જ આરોપીએ 48 કલાકમાં બે ઘૃણાસ્પદ રેપ-મર્ડર કર્યાઃ રાજકોટ

રાજકોટની સંસ્કારિતાને બટ્ટો લગાડતી ઘટના મંગળવારે પ્રકાશમાં આવી છે. ત્રણ દિવસ પહેલાં વૃદ્ધાને લૂંટીને પથ્થરથી મોઢું છૂંદી હત્યા કરનારો આરોપી જ 3 વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર કરનારો અને પછી એ જ પદ્ધતિથી હત્યા કરી નાંખનારો હેવાન નીકળતાં પોલીસ પણ તેના આ રાક્ષસી કૃત્યથી સ્તબ્ધ થઈ ગઈ હતી. આઘાતજનક બાબત એ છે કે તેણે આ બંને દુષ્કૃત્યો 48 કલાકની અંદર જ આચર્યા હતા. મંગળવારે પોલીસે યોજેલી પ્રેસ કોન્ફરન્સની વિગતોએ પોલીસ, મીડિયા સહિત હરકોઈને હતપ્રભ કરી દીધા હતા.ચાર દિવસ પહેલાં વૃદ્ધાને લૂંટીને તેની ઘાતકી હત્યા કરનાર આરોપી રમેશ 10 ફેબ્રુઆરીએ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. દરમિયાન, ભાવનગર રોડ પરથી અપહરણ કરાયેલી બાળકીની લાશ મળી આવી હતી અને તેની સાથે દુષ્કર્મ કરાયું હોવાનું જણાયું હતું. પોલીસે આ દિશામાં સીસીટીવી ફૂટેજ વગેરેના આધારે તપાસ હાથ ધરી હતી. બાળકીની હત્યા પણ દુષ્કર્મ આચર્યા બાદ ચહેરા પર ઘાતકી રીતે પથ્થરો મારીને કરવામાં આવી હતી. હત્યાના બંને બનાવો સામ્ય હોવાથી પોલીસે વધુ તપાસ કરતાં વૃદ્ધાની હત્યાના આરોપી રમેશે જ બાળકીની પણ હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું. આ નરાધમે 48 જ કલાકમાં આ બે ઘૃણાસ્પદ હત્યાઓને અંજામ આપ્યો હોવાનું બહાર આવતાં પોલીસ પણ હતપ્રભ બની ગઈ હતી.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.