રાહુલ ગાંધીના કર્ણાટક પ્રવાસનો અાજે ત્રીજો દિવસ રોડ – શો યોજી, દરગાહ પણ જશે

ચૂંટણી પ્રચાર હેઠળ કોંગ્રેસ અધ્યક્ષ  રાહુલ ગાંધી કર્ણાટકના પ્રવાસે છે. કર્ણાટકમાં આ વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અર્થે  રાહુલ ગાંધી કર્ણાટકના પ્રવાસે છે.આજે રાહુલના કર્ણાટકના પ્રવાસનો ત્રીજો દિવસ છે.ગુજરાતમાં શરૂ કરેલ તેમનો મંદિરનો પ્રવાસ કર્ણાટકમાં પણ ચાલુ રહ્યો છે.ત્રીજા દિવસે, રાહુલ રોડ શો, જાહેર સભાઓ અને દરગાહ પર જશે.

રાહુલ સવારે 9.45 વાગ્યે રાયચુરમાં સર્કિટ હાઉસથી નીકળી ગુંજ સર્કલ માટે જશે.10 વાગ્યે રાયચુરમાં ગુંજ સર્કલમાં સ્વાગત કરવામાં આવશે.આ પછી, ગુંજ સર્કલ કલમાલા (રાયચુર) ખાતે 10.45 કલાકે પહોંચશે,જ્યાં પાર્ટીના કાર્યકરો તેમનું સ્વાગત કરશે 11.30 કલાકે તેઓ રાયચુર જિલ્લાના ગબ્બરમાં પક્ષના કાર્યકરો સાથે સંવાદ કરશે.

રાહુલ ગાંધી જનજાતી સમાજની દેવદુર્ગ, રાયચુર જિલ્લામાં રેલીને સંબોધશે.તેઓ લગભગ એક કલાક સુધી દેવદુર્ગમાં રહેશે.આ પછી, તેઓ અેક કલાક અને 50 મિનિટ પર શાહપુર શહેર અને યદાગિરી પહોંચશે, જ્યાં તેમનુ સ્વાગત કરાશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.