અાઝાદીબાદ પાક.ના હુમલા વખતે નહેરુએ અારએસએસની મદદ માંગી હતી- ઉમા ભારતી

કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ અેવો દાવો કર્યો છે કે અાઝાદી બાદ જ્યારે પાકિસ્તાન ભારત પર ખાસ કરીને જમ્મુ-કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ અારએસએસની મદદ માંગી હતી.

ઉમા ભારતીએ અેવુ પણ કહ્યું છે કે અારએસએસના સ્વંયસેવકો મદદ કરવા કાશ્મીર પહોંચી ગયા હતા. ઉમા ભારતીએ ભારતીય સેનાને લઈને અારએસએસના વડા મોહન ભાગવત દ્વારા કરવામાં અાવેલા વિવાદાસ્પદ નિવેદન વચ્ચે અા દાવો કર્યો છે.ઉમા ભારતીએ જણાવ્યુ હતુ કે  અાઝાદી બાદ કાશ્મીરના રાજા મહારાજા હરિસિંહ જમ્મુ-કાશ્મીરના ભારતમાં વિલય માટેના કરાર પર સહી કરવા અાનાકાની કરતા હતા અને શેખ અબ્દવલ્લા અે માટે દબાણ કરી રહ્યા હતા. અા પરિસ્થિતિમાં તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ દુવિધામાં હતા અને અે જ વખતે પાકિસ્તાને અેકાએક જમ્મુ-કાશ્મીર પર હુમલો કરી દીધો હતો.પાકિસ્તાનના સૈનિકો છે ક ઉધમપુર સુધી પહોંચી ગયા હતા. અોચિંતો હુમલો થતા ભારતીય સેના પાસે અાધુનિક શસ્ત્ર સરંજામ પણ નહતો અા સ્થિતિમાં  જવાહરલાલ નહેરુએ અારએસએસની મદદ માંગી હતી.

 

 

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.