નાસાના અંતરીક્ષ યાને 6 અબજ કિલોમીટર દૂરથી પૃથ્વીની તસ્વીર લીધી

અમેરિકન સ્પેસ એજન્સી નાસાના સ્પેસ રિસર્ચ યાન ન્યૂ હૉરિજન્સે 6.12 અબજ કિલોમીટર દૂરથી પૃથ્વીની તસ્વીર  લઇને નવા રેકોર્ડ બનાવ્યો છે.પહેલાં આ રેકોર્ડ વોયેજર -1ના નામે હતો.વોયેજર -1  દ્વારા પૃથ્વીની તસ્વીરને 6.06 અબજ કિમી દૂરથી લીધી હતી.ન્યૂ હૉરિજન્સને અવકાશમાં નાસાએ ‘મિશન ફર્સ્ટ’ હેઠળ રવાના કર્યું હતુ.

આ પ્લુટો અને કેઇપર બેલ્ટ વિશે માહિતી એકત્ર કરવાના મિશન પર જવાનું પ્રથમ અવકાશયાન છે.કેઇપર બેલ્ટ આપણા સૌર મંડળનું બાહ્ય ક્ષેત્ર છે.ન્યૂ હૉરિજન્સ અત્યાર સુધી સૌથી ઝડપી ગતિથી ચાલતું  અંતરિક્ષયાન છે.

14 ફેબ્રુઆરી 1990 માં વોયેજર -1 પણ આ જ તસ્વીરો લીધી હતી.વોયેજર -1 ના કૅમેરામાં આતસ્વીરો લેવાના થોડા સમય પછી જ બંધ થઈ ગયા હતા.આ પછી 27 વર્ષથી વધુ સમય સુધી તેના રેકોર્ડને કોઈ તોડ્યો નહી, પરંતુ નવા હૉરિજન્સે આ રેકોર્ડને તોડ્યો છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.