નરિંદર બત્રા ભારતીય ઓલિંપિક સંઘના નવા પ્રમુખ બન્યા

દિલ્લી : નરિંદર બત્રા ભારતીય ઓલંપિક સંઘના અધ્યક્ષ બન્યા છે. તેમણે તેમના હરીફ અનિલ ખન્નાને મોટા અંતરથી હરાવ્યા હતા. નરિંદર બત્રા ચાર વર્ષ માટે આ પદ પર નિયુક્ત થયા છે.

આંતરરાષ્ટ્રિય હોકી ફેડરેશનના પ્રમુખ નરિંદર બત્રાને કુલ 142 વોટ મળ્યા હતા. જ્યારે અનિલ ખન્નાને માત્ર 13 વોટ જ મળ્યા હતા. તો બીજી તરફ આર.કે. આનંદે જી.એસ. ગહલોતને હરાવીને સીનિયર વાઇસ પ્રેસિડન્ટ બન્યા હતા. આર.કે. આનંદ પણ ચાર વર્ષ માટે કાર્યકાળ સંભાળશે. આર.કે. આનંદને 96 વોટ મળ્યા હતા જ્યારે જી.એસ. ગેહલોતને માત્ર 35 વોટ મળ્યા હતા. જ્યારે રાજીવ મહેતા બીજા કાર્યકાળમાટે મહા સચિવ બન્યા છે. આનંદેશ્વર પાંડે કોષાઅધ્યક્ષ પસંદ થયા છે.

Leave a Reply

Your email address will not be published.