મુંબઈના વેપારીનું કરોડોમાં ઉઠમણું :હીરા બજારમાં ફરી વળ્યું ચિંતાનું મોજું.

સુરત : મુંબઇ ના હીરા વેપારીએ રૂપિયા 21 કરોડમાં ઉઠમણું કર્યા હોવાની ચર્ચા સુરતના હીરા બજારમાં ઉઠી છે.જેને લઈ હીરા બજારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
 

               સુરત એક ડાયમંડ નગરી તરીકે ઓળખાય છે.અને ડાયમંડ નગરીમાં કરોડો રૂપિયાના હીરાની લેવડ – દેવડ થતી હોય છે.દરમ્યાન હીરા બજારમાં ઉઠમનાના કિસ્સા પણ સમયાંતરે સાંભળવા મળતા હોય છે.જ્યાં વધુ એક  ચર્ચા સુરત અને મુંબઈ ના હીરા બજારમાં ઉઠી છે.મુંબઈ નો હીરા વેપારી રૂપિયા 21 કરોડમાં ઉઠમણું કરી ગયો હોવાની વાતને લઈ સુરતના હીરા બજારમાં જાણે હડકમ્પ મચી ગયો છે.આ વેપારી જોડે અસંખ્ય લોકોના કરોડો રૂપિયા સલવાયા હોવાની વાત પણ હીરા વ્યવસાય સાથે સંકળાયેલ વર્તુળો પાસેથી જાણવા મળે છે.જો કે હીરા વેપારીના કરોડોના ઉઠમનાની વાતને કોઈ સમર્થન પણ પ્રાપ્ત થયું છે.એક તકરફ સામી દિવાળીનો તહેવાર આવી રહ્યો છે,તો બીજી તરફ હીરા બજારમાં વહેતી થયેલી કરોડોના ઉઠમના ની વાતને લઈ અન્ય વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.દિવાળી નો તહેવાર નજીક છે ,ત્યારે હીરા વેપારીઓના ઉઠમનાના દૌર વચ્ચે અન્ય વેપારીઓ માટે કારખાના બંધ કરવાની નોબત આવે તેવી ચર્ચાઓએ પણ ભારે જોર પકડયું છે..

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Twitter Auto Publish Powered By : XYZScripts.com