મેક ઇન ઇન્ડિયાનો બીજો પ્રોગ્રામ થશે લોન્ચ

મોદી સરકારનો મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામનો બીજો તબક્કો આગામી મહિનામાં અમલમાં આવશે..બીજા તબક્કા માટે પાંચ વર્ષનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.મેક ઈન ઇન્ડિયાના બીજા તબક્કામાં રોબોટિક્સ, જીનોમિક્સ, કેમિકલ ફીડસ્ટોક અને ઇલેક્ટ્રિકલ સ્ટોરેજ જેવા સેગમેન્ટ્સ પર ભાર મૂકવામાં આવશે.
જણાવી દઈએ કે મોદી સરકારે સપ્ટેમ્બર 2014માંમેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ શરૂ કર્યો છે. તે સમયે ઓટોમોબાઈલ, ટેક્સટાઇલ્સ, કન્સ્ટ્રક્શન અને એવિયેશન સહિત 25 સેકટરો પર ફોકસ કરવામાં આવ્યો હતો.આ વખતે સરકારનો મકસદ સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવુ અને રોજગારીની તકો ઉભી કરવાનું છે. બીજા તબક્કાની શરૂઆત પહેલા જ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ હાંફી રહ્યો છે.
સરકારનું કહેવું છે કે ગ્લોબલ ઈકોનોમીમાં સુસ્તીને કારણે અા થઈ રહ્યું છે. આ કારણથી એક્સપોર્ટ ડિમાન્ડમાં ઘટાડો થયો છે. હવે જોવાનું રહ્યું કે બીજા તબક્કા માટે સરકાર કેવી રીતે ખાસ તૈયારીઓ કરે છે.
આંકડાઓ મુજબ વર્ષ 2017-18 માં દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વૃદ્ધિ 4.6 ટકા રહેવાની અપેક્ષા છે. ગયા વર્ષે આ આંકડો 7.9 ટકા હતો સંસદમાં બોલતા વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન સુરેશ પ્રભુએ કહ્યું હતું કે, ‘મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કામગીરીમાં ડોમેસ્ટીક ડિમાન્ડ, એક્સપોર્ટ્સ ડિમાન્ડ, ઇન્વેસ્ટમેન્ટ અને કિંમત જેવા અનેક પાસાઓ પર આધાર રાખે છે.’

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.