Mahindraઅે લોન્ચ કરી XUV500 કાર જાણો તેના ફિચર્સ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ નવી પ્રીમિયમ એસયુવી XUV500 નવી પેટ્રોલ વેરિઅન્ટ લોન્ચ કરી છે. પેટ્રોલથી ચાલતી XUV500 સિંગલ G AT વેરિઅન્ટ ઉપલબ્ધ હશે. તેની કિંમત 15.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે પસંદગીના શહેરોમાં તે તાત્કાલિક મળશે.
નવી XUV500 GAT 2.2 લિટર એમહૉક પેટ્રોલ એન્જિન છે જે 140PS નો પાવર અને 320 એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન માટે ટ્રાન્સમિશન માટે 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં અાવ્યું છે.Mahindra XUV500ની સરખામણી ભારતીય બજારમાં Hyundai Creta અને Jeep Compass સાથે થશે.
જોકે મહિન્દ્રા XUV500 GAT વેરિઅન્ટની ડિઝાઇનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળે છે. સ્ટેટિક બેન્ડીંગ હેડલેમ્પ્સ અને ઇન્ટેલીજન્ટ લાઇટ સેન્સિંગમાં. આ વેરિઅન્ટમાં કી-લેસ એન્ટ્રી અને 7 ઇંચ ટચસ્ક્રીન સિસ્ટમ્સ સાથે પુશ સ્ટાર્ટ બટન અાપ્યું છે. સાથે સાથે ઘણા બધા કનેક્ટિવિટી ઑપ્શન્સ આપવામાં આવી છે જેમાં Android ઓટોનો સમાવેશ થાય છે.
બીજા ફિચર્સની વાત કરીએ તો Mahindra XUV500 GATમાં ઓટોમેટિક સ્પ્રેચર કન્ટ્રોલ, 8-વે એકજેસ્ટેબલ ડ્રાઇવર સીટ, રેન સેન્સીંગ વાઇપર્સ અને ક્રૂઝ કન્ટ્રોલ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (ઇબીડી) સાથે એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ), ડ્યુઅલ એરબૅગ અને ટાયર ટ્રોનિક્સ જેવા ફિચર્સ આપેલ છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.