જાણો શિયાળામાં ગાજર ખાવાના ફાયદા

શિયાળાની સિઝનમાં ખાવાપીવા પર વિશેષ ધ્યાન રાખવું પડે છે શિયાળાની મોસમમાં લોકો મોટા ભાગે ભાજી લીલા પાંદડાવાળા શાક અને ગાજર જેવા તાજા શાકભાજીને પસંદ કરે છે, જે હેલ્થ માટે પણ ખૂબ ફાયદાકારક છે. અા સિવાય શિયાળાની સિઝનમાં રોજ અેક કાચુ ગાજર કે તેનું જ્યુસનું સેવન કરવાથી ઘણા હેલ્થ પ્રોબ્લમ દૂર કરી શકાય છે. કેરીટ્રોનોઇડ, પોટેશિયમ, વિટામિન્સ એ અને ઇ ગુણધર્મોથી સમૃદ્ધ ગાજરનું સેવન કેન્સર અને હૃદયની બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે.
અા સિવાય શિયાળાની સિઝનમાં રોજ અેક કાચુ ગાજર કે તેનું જ્યુસનું સેવન કરવાથી ઇમ્યુનીટી પાવરમાં પણ વધારો થાય છે. તમે ગાજરને શાકભાજી, સલાડ, જ્યુસ અથવા સૂપ કોઈપણ રીતે ડાયટમાં સમાવેશ કરી શકો છો.
તો આઓ જાણાવી ગઈઅે ગાજરથી મળતા ફાયદા વિશે. કેન્સર જેવી અસાધ્ય બીમારીથી મળશે છુટકારો-ગાજરમાં મળતા કેરીટોનોઇડ્સ શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. તેમાં હાજર બિટા-કેરોટીન પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સરથી બચાવે છે.
શરદી-ખાસીથી મળશે છુટકારો-150 ગ્રામ ગાજર, 3 લસણની કળીઓ અને લવિંગની ચટણી બનાવી, રોજ સવારે ખાવાથી જૂની ખાંસી દૂર થઈ જશે. આ ઉપરાંત તે શિયાળામા થતી બીમારીઓથી પણ દૂર કરે છે.
રોજનું અેક કાચુ ગાજર ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે તેમાં હાજર બીટા કેરોટીન, આલ્ફા કેરોટીન અને લ્યુટેઇન જેવા એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો હાર્ટ એટેક અને હૃદયની બિમારીઓ દૂર કરે છે.રોજ 1 ગ્લાસ ગાજરનું જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે. તેમાં હાજર પોટેશિયમ બ્લડ પ્રેશરને ઘટાડવા સહાય કરે છે. તે સિવાય તેના જ્યુસના સેવનથી શરીર પણ ગરમ રાખે છે. ગાજરમાં ભરપુર આયર્ન અને વિટામીન ઇ મળી આવે છે, જેનાથી શરીરમાં લોહીની કમી પૂર્ણ થાય છે. તેના સિવાય પીરિયડ્સ દરમિયાન બ્લડ ફ્લો ઘટાડવા માટે પણ તે મદદ કરે છે.તેમાં અાંબળાનો રસ અને મરી પાવડર ભેળવીને ખાવાથી યુરિન ઇન્ફેક્શન અને બળતરા થવી જેવી સમસ્યાઓથી છૂટકારો મળે છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.