જાણો ડેઈલી અેક કલાક સોશિયલ મીડિયા પર પસાર કરતા કેટલુ થશે નુકસાન

દુનિયા અાજે ઇન્ટરનેટ અને સ્માર્ટફોનમાં જાણેકે સમેટાઈ ગઈ છે. નાના મોટા સૌ કોઈ કોઈને કોઈ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. કેનેડાના એક સંશોધનકર્તાના રિપોર્ટમાં મળતી માહિતી અનુસાર સોશિયલ મીડિયા પર રોજ અેક કલાક પસાર કરવાથી તમારી ઉંઘ પર વિપરિત અસર થાય છે તેનાથી સ્વભાવ પર પણ ખરાબ થાય છે. રિપોર્ટમાં અે પણ કહેવામાં અાવ્યુ છે કે મોટાભાગના યુવાનો ફેસબૂક, ટ્વિટર વોટ્સએપ જેવા માધ્યમોથી કલાકો વળગી રહે છે જેની સીધી અસર તેમની માનસીકતા પર પડે છે.

અેક રીતે જોવા જઈએ તો કેયલીયે ગંભીર બીમીરીઓ અાવી પડે છે મન કથળતા. રિપોર્ટમાં અે પણ ખુલાસો કરવામાં અાવ્યો કે જે લોકો ફેસબૂક, ટ્વિટર વોટ્સએપ, સ્નેપચેટનો વધારે ઉપયોગ કરતા હતા તેમને સુવામાં ખુબજ તકલીફ પડી અેટલે કે તેમને જલ્દીથી નીંદ નથી અાવતી.કિશોરીઓ અા સમસ્યાનો વધારે શિકાર બની.

અાજકાલ સોશિયલ મીડિયાનો ભરડો વધતો જાય છે. પરિવારમાં અેક બીજા સાથે વાતચીત કરવાનો કે સમય પસાર કરવાનો સમય ઓછો થતો જાય છે.બાળકો પણ અત્યારે છુટથી ફોનનો ઉપયોગ કરતા થયા છે જેની સીધી અસર તેમના વર્તન પર પડે છે. અોછી ઉંઘ કરવાથી તેમના શિક્ષણ પર પણ અસર થાય છે.6થી 13 વર્ષ સુધીના બાળકોને 11 કલાકની ઉંઘ જોય તો 14થી 17 વર્ષના બાળકોને 10 કલાકની ઉંઘ લેવી જરૂરી છે. જે લોકો સોશિયલ મીડિયા પર સમય વિતાવે તેમને અા સમય ઓછો પડવા લાગે છે.

અામ માનસિક તેમજ શારિરીક સ્વાસ્થ્ય પર અસર થાય છે જેનુ પરિણામ ખુબ ખરાબ અાવે છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.