ચૂંટણી પહેલા ભાજપના કાર્યકર્તા વચ્ચે મતભેદ કનું દેસાઈ હટાવો ભાજપ બચાવો પોસ્ટર.

વલસાડ : આગામી વિધાનસભા ની ચૂંટણી પહેલા વલસાડ જિલ્લા માં તું-તું-મેં-મેં ની બબાલ ઉભી થઇ હોય તેવું પ્રતીક થઈ રહ્યું છે, હાલ વલસાડ ધારાસભ્ય સીટ પર કયો ઉમેદવાર ને ટિકિટ આપવી એ રામાયણ પત્યું નથી ત્યાં જિલ્લા ના ધારાસભ્ય કનું દેસાઈ ને હટાવાની માંગ ઉઠતા ભાજપી કાર્યક્રર્તા માં ચર્ચા નો માહોલ જોવા મળ્યો છે, પ્રાપ્ત થતી વિગતોઅનુસાર આજ રોજ કચીગામના ગ્રામજનો ભેગાં થઇ કચીગામના પ્રાણ પ્રશ્નો વરસોથી પારનદી પર પૂલ તેમજ ગામના આંતરિક રસ્તાઓ અને નવેરા ચીચાઈ રોડ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કામો ન થતાં કલેક્ટર શ્રીને પણ આવેદનપત્ર આપેલ ત્યારબાદ કામો ન થતાં મુદનનો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે કરવા જતા ભાજપના અમારા સંગઠના જીલ્લા પ્રમુખ કનુભાઇ દેસાઇએ અમો ગ્રામજનોને અટકાયત કરાવેલ જે બાબતે આજદીન સુધી કોઈ ખુલાસો કરેલ નથી જે બાબતે કચીગામના ગ્રામજનો તેમજ ભાજપના કાર્યકરો નારાજ થતાં આજરોજ તારીખ 11/9/2017 ના રોજ વાકલ ફલધરા વનજાર નદીના પુલના ખાતમુરત વિધિમા મંત્રી શ્રી ભુપેન્દૃસિહ ચુડાસમા સાહેબ તેમજ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇ આવવાના હોય કચીગામના નારાજ ગ્રામજનો ને જાણ થતાં મંત્રી શ્રી ના સ્વાગતના આવકારતા બેનરો તેમજ કનુભાઇ દેસાઇના વિરોધ કરતા બેનરો સાથે કનુભાઇ ના રાજીનામા માંગતા સુત્રોચારો કરી કચીગામના ભાજપ કાર્યકર્તાઓએ અનોખો વિરોધ કરી રાજીનામાની માંગણી કરતાં સુત્રોચાર કરેલ તેમજ કામ બાબતે જવાબ માંગવા ગયેલા જયારબાદ મંત્રી શ્રી ખાતમુરતના સ્થળ પર આવવા પહેલા કચીગામના ગ્રામજનો તેમજ ભાજપના કાર્યકર્તાને સ્થળપર પોલીસ કાફલો સ્થળ ઉપર આવી જતાં પોલીસ સ્ટાફે મંત્રી શ્રી ના આગમન થવાના હોવાથી ગ્રામજનોને સમજણ આપતા ઘરે પરત જવા માટે અપીલ કરી હતી,
ત્યારે વિધાનસભા 2017 ની ચૂંટણી ના હુંકાર વાગી ચુકિયા છે હવે પ્રજા, અને ભાજપી કાર્યકર્તા ક્યાં સુધી તેમની લડત ચાલુ રાખશે તેતો આવનાર સમય જ બતાવશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Twitter Auto Publish Powered By : XYZScripts.com