Jio તેના ગ્રાહકો માટે ફરી લાવ્યું ધમાકેદાર ઓફર્સ

નવા વર્ષમાં રિલાયન્સ Jio પોતાના ગ્રાહકો માટે ફરી એક વખત ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે. પોતાના હેપ્પી ન્યૂ યર પ્લાન મુજબ Jio 1 GB ડેટા પ્રતિદિવસ ઉપયોગ કરનારા તમામ યુઝર્સને બે પ્રકારની ઓફર આપી રહ્યું છે. રિલાયન્સની નવી ઓફર્સ મુજબ તમે તમારું 1 GB પ્રતિ દિવસ પેકસ માટે તમે મિનિમમ 5૦ રૂપિયાનું રિચાર્જ કરાવી શકો છો અથવા 1 GB વાળા જુના પ્લાન્સની તેટલી જ કિંમતમાં 5૦ ટકા વધુ ડેટા મળી શકે છે.
અા નવા રિચાર્જ પ્લાન 9 જાન્યુઆરી 2018થી ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે.Jioની પહેલી ઓફર મુજબ 199 રૂપિયામાં 28 દિવસની વેલિડિટી અને 28 GB ડેટાવાળો પ્લાન માત્ર 149 માં મળશે. આ ઓફરમાં 70 દિવસની વેલિડિટી અને 70 GB ડેટા વાળો 399નો પ્લાન માત્ર 349 રૂપિયામાં જ મળે છે.
459 રૂપિયામાં 84 દિવસની વેલિડિટી અને 84 GB ડેટાવાળું રિચાર્જ 399 રૂપિયામાં જ મળશે. 499 રૂપિયામાં 91 દિવસની વેલિડિટી અને 91 GB ડેટાનો પ્લાન માત્ર 449 રૂપિયામાં મળશે.
બીજી ઓફરમાં તમે દિવસમાં 1 GBની જગ્યાએ 1.5 GB ડેટા મેળવી શકો છો. નવી ઓફરમાં 198 રૂપિયામાં 28 દિવસની વેલિડિટી પેકમાં 50 ટકા વધારે એટલે કે 42 GB ડેટા મળશે. તેવી જ રીતે 398 રૂપિયામાં 70 દિવસની વેલિડિટીના પ્લાનમાં 70 GBની જગ્યાએ 105 GB, 448 રૂપિયાના 84 દિવસની વેલિડિટીમાં હવે 84 GBની જગ્યાએ 126 GB ડેટા, 498 રૂપિયાના 91 દિવસની વેલિડિટીમાં હવે 136 GB ડેટા મળશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.