Jioની દિવાળી સ્પેશિયલ ઓફરઃ ૩૯૯ના રિચાર્જ પર ૧૦૦% કેશબેક.

મુંબઇ તા. ૧૨ :  Jioએ એક નવી ઓફરની જાહેરાત કરી છે, જેમાં ગ્રાહકોને ૩૯૯ રૂપિયાનું રિચાર્જ કરાવવા પર ૧૦૦ ટકા કેશબેક આપવામાં આવશે. આ કેશબેક વાઉચર તરીકે મળશે જેનો ઉપયોગ તમારા નંબર પર રિચાર્જ કરાવવા માટે કરી શકાશે. આ ઓફર ૧૨ ઓકટોબરથી શરૂ થથે અને ૧૮ ઓકટોબર સુધી ચાલશે.

૩૯૯ રૂપિયાના આ પેકમાં પ્રી-પેઈડ ગ્રાહકોને 1GBપ્રતિદિવસના હિસાબે 84GB ડેટા, ફ્રી SMS, જિયો એપ્સ માટે સબ્સક્રિપ્શન અને ફ્રી કોલ આપવામાં આવશે. પોસ્ટપેઈડ યુઝર્સને પણ આ જ લાભ મળશે, માત્ર તેમની વેલિડિટી ૩ બિલિંગ સુધીની રહેશે.

દિવાળીની આ ઓફર અંતર્ગત જિયો પ્રાઈમ કસ્ટમરને ૩૯૯ રુપિયાનું રિચાર્જ કરવા પર ૫૦ રૂપિયાના ૮ વાઉચર મળશે.

તમે એક સમયે માત્ર એક જ વાઉચરનો ઉપયોગ કરી શકશો, અને તે પણ ૧૫ નવેમ્બર પછી. અર્થાત, ભવિષ્યમાં તમે ૩૦૯ રૂપિયાનું રિચાર્જ કરાવશો તો તમારે માત્ર ૨૫૯ રૂપિયા જ ચુકવવાના રહેશે, કારણકે ૫૦ રૂપિયાનું વાઉચર તમારી પાસે હશે. આ ઓફરનો લાભ તે ગ્રાહકો પણ ઉઠાવી શકશે, જેમની વેલિડિટી હજી ચાલુ છે. આ ઓફર્સને માય જિયો એપ, જિયો વેબસાઈટ, જિયો સ્ટોર્સ, રિલાયન્સ ડિજીટલ સ્ટોર અને કંપનીના ઓફિશિયલ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી એકિટવેટ કરી શકાશે.

 

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.