IPL Auction: જાણો ક્યા ખેલાડી પર કેટલી બોલી લાગી

IPL Auctionની સૌથી મોટી હરાજીમાં કુલ ૫૭૮ ખેલાડી ભાગ લઇ રહ્યા છે.ભારતીય સ્ટાર બેટ્સમેન મનીષ પાંડેને ૧૧ કરોડમાં હૈદરાબાદે ખરીદ્યો છે, ઓલરાઉન્ડર ક્રિસ વોક્સને આરસીબીએ ૭ કરોડ ૪૦ લાખમાં ખરીદ્યો, ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી કેદાર જાધવને ચેન્નાઈ સુપર કિંગ્સે ૭.૮૦ કરોડમાં ખરીદ્યો.કાર્લોસ બ્રેઈથવેટને ૨ કરોડમાં હૈદરાબાદે ખરીદ્યો, ચેન્નાઈ સુપર કિંગ્સ ઇલેવને ૪ કરોડમાં શેન વોટ્સનને ખરીદ્યો, ઇંગ્લેન્ડના જેસન રોયને ૧.૫ કરોડમાં દિલ્હીએ ખરીદ્યો, કેકેઆરે ટી-૨૦ વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ લેનને ૯.૬૦ કરોડમાં ખરીદ્યો,કરૂણ નાયરને કિંગ્સ ઈલેવન પંજાબે ૫.૬ કરોડમાં ખરીદ્યો.લોકેશ રાહુલને કિંગ્સ ઈલેવન પંજાબે ૧૧ કરોડમાં ખરીદ્યો.

સાઉથ આફ્રિકી દિગ્ગજ ખેલાડી ડેવિડ મિલરની બેઝ પ્રાઈસ ૧.૫૦ કરોડ રૂપિયા અને અંતમાં ૩ કરોડમાં મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો. પરંતુ પંજાબે રાઈટ ટુ મેચ કાર્ડથી ખરીદ્યો.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે બ્રેન્ડન મેક્કુલમને ૩ કરોડ ૬૦ લાખમાં ખરીદ્યો.ઓસ્ટ્રેલિયા ઓપનર બેટ્સમન એરોન ફિન્ચને ૬.૨૦ કરોડમાં કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો

ગઈ સીઝનમાં સૌથી મોંઘા બેન સ્ટોક્સને લઈને બધી ટીમની વચ્ચે ટક્કર જોવા મળી હતી, બેઝ પ્રાઈસ ૨ કરોડ હતી જયારે રાજસ્થાન રોયલ્સે ૧૨.૫૦ કરોડમાં બેન સ્ટોક્સને પોતાની ટીમમાં લીધો હતો.રવિચંદ્રન અશ્વિનને કિંગ્સ ઈલેવન પંજાબે ૭ કરોડ ૬૦ લાખ રૂપિયામાં ખરીદ્યો.શિખર ધવનને સનરાઈઝર્સ હૈદરાબાદે રાઈટ ટુ મેચના કાર્ડથી ખરીદ્યો. યુવરાજ સિંહને  બે કરોડ રૂપિયામાં કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો.

ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જો રૂટ પ્રથમ વખત હરાજીમાં આવ્યા છે. ૧.૫ કરોડની તેમની બેઝ પ્રાઇઝ છે અને કોઈ ટીમે તેમને ખરીદ્યા નથી. મુરલી વિજયની બેઝ પ્રાઈઝ બે કરોડ રૂપિયા હતી અને કોઈ ટીમે તેમને ખરીદ્યા નથી.

કેકેઆરના મેચ વિજેતા કેપ્ટન ગૌતમ ગંભીરને દિલ્હીએ ૨.૮૦ કરોડમાં ખરીદ્યો.શાકિબ અલ હસનને  હૈદરાબાદે ૨ કરોડમાં ખરીદ્યો.હરભજન સિંહને ચેન્નઈ સુપર કિંગ્સે  2 કરોડ રૂપિયામાં ખરીદ્યો.શેન વોટસનને ચેન્નઈએ 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો. યુસુફ પઠાણને  હૈદરાબાદે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો.મોહન અલીને બેંગ્લોરે  1.70 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.