હોકી એશિયા કપઃ સુપર 4માં આજે દક્શિણ કોરિયાથી ટકરાશે ભારત

એશિયા કપ હોકી ટૂર્નામેન્ટના સુપર 4 મુકાબલામાં આજે ભારતીય ટીમનો મુકાબલો દ.કોરિયાથી થશે. લીગ મેચમાં અત્યારસુધી વિજય રહેલી ભારતીય ટીમ આ મુકાબલા માટે આત્મવિશ્વાસથી ભરપુર છે. ભારતીય ટીમ પુલ એના પોતાની ત્રણેય મેચ જીતવામાં સફળ રહી હતી. કોરિયાએ પૂલ બીમાં બીજા સ્થાન પર રહેલા સુપર ફોર માટે ક્વાલિફાઈ કર્યું છે. હાલની ટૂર્નામેન્ટમાં ભારતે પોતાના પહેલા મુકાબલામાં જાપાનને 5-1થી જ્યારે મેજબાન બાંગ્લાદેશને 7-0થી હરાવ્યું હતું. ભારતીય ટીમે પોતાની ચિર-પ્રતિદ્વંધી પાકને 3-1થી પરાજિત કરી હતી.

ભારતીય ટીમ આ સમયે વિશ્વ રેંકિંગના છટ્ઠા જ્યારે કોરિયાની ટીમ 13માં સ્થાન પર છે. નવા ચીફ કોચ સોએર્ડ મારિનના માર્ગદર્શનમાં પહેલી વાર રમી રહેલી ભારતીય ટીમે પોતાનું અત્યારસુધીનો સારું પ્રદર્શન કર્યું. રમનદીપ સિંહ, આકાશદીપ સિંહ, લલિત ઉપાધ્યાય અને ચિંગલેનસાના સિંહે પોતાના ખેલથી પ્રભાવિત કર્યા છે. આ તમામ ખિલાડીઓ હાલની ટૂર્નામેન્ટમાં ભારત તરફથી ગોલ કરવામાં સફળ રહી છે. મીડફિલ્ડમાં અનુભવી ખિલાડી સરદાર સિંહનું પ્રદર્શન પણ જોરદાર રહ્યું છે. તેમણે કેપ્ટન મનપ્રિતસિંહનો સાથ આપ્યો.

Leave a Reply

Your email address will not be published.