ફિફા ફુટબોલ રેકિંગ જાહેર કર્યો, ભારતીય ફૂટબોલ ટીમ 105મા ક્રમે યથાવત

દિલ્હીઃ ફિફાએ હાલમાં જ નવા ફિફા ફુટબોલ રેકિંગ જાહેર કર્યા છે. જેમાં કોઇ ફેરફાર વગર ભારતીય ફૂટબોલ ટીમે ફિફા રેન્કિંગમાં 105મો ક્રમ જાળવી રાખ્યો છે. ટીમના પાછલા રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. ટીમ આ બંને રેન્કિંગના ગાળા દરમિયાન કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યું નથી. ટીમ ઇન્ડિયાના 320 અંક છે. ભારતે વર્ષની શરૂઆત 129માં ક્રમાંકે કરી હતી. જુલાઈમાં 96માં ક્રમાંકે પહોંચી ટીમે ટોપ-100માં સ્થાન બનાવ્યું હતું. એશિયન દેશોમાં ભારતીય ટીમ કતરથી નીચે 15માં સ્થાને છે. ઇરાન (વર્લ્ડ રેન્કિંગમાં 32માં સ્થાને) એશિયન દેશોમાં ટોચના સ્થાને છે. વર્લ્ડ રેન્કિંગમાં વર્લ્ડ ચેમ્પિયન જર્મની પ્રથમ ક્રમાંકે છે. બ્રાઝિલ, પોર્ટુગલ અને આર્જેન્ટિના અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા ક્રમાંકે છે.

Leave a Reply

Your email address will not be published.