આફ્રિકામાં વિરાટ અને શિખરનો ભાંગડા કરતો વીડિયો થયો વાયરલ

કેપ ટાઉન : ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા પ્રવાસે છે. તેવામાં ટીમના સુકાની વિરાટ અને ધવનનો ભાંગડા પ્રેમ ફરીથી જોવા મળ્યો છે. આ બન્ને સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ભાંગડા કરતાં જોવા મળ્યા હતાં. સોશિયલ મીડિયા પર વિરાટ અને ધવનનો ભાંગડા નો વાઇરલ થયેલો વીડિયો કેપટાઉનનો છે. વીડિયોમાં સુકાની વિરાટ કોહલી અને શિખર ધવન મસ્તીમાં ભાંગડા કરતાં જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો અને લોકોએ ઘણો પસંદ પણ કર્યો હતો.

ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકન ટીમ વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત 5 જાન્યુઆરીથી થશે. બન્ને ટીમ વચ્ચે પહેલો મુકાબલો કેપટાઉનમાં થશે. ડાન્સ દરમિયાન શિખર ધવનનો દીકરો જોરાવર પણ તેની સાથે મસ્તી કરતો જોવા મળે છે. નોંધનીય છે કે શિખર ધવનને ઘૂંટણમાં ઇજા થતાં પહેલી ટેસ્ટમાં રમશે કે નહીં તે હજુ નક્કી નથી.

શિખર ધવન નહીં રમે તો ઓપનિંગની જવાબદારી લોકેશ રાહુલ અને મુરલી વિજયને મળી શકે છે. સાઉથ આફ્રિકામાં ભારતીય ટીમ 3 ટેસ્ટ, 6 વન ડે અને 3 ટી-20 મેચની સીરિઝ રમશે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ હાલ પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પર ચાલી રહી છે. હાલ ટીમ ઇન્ડિયાનું ફોર્મ પોતાનું સર્વશ્રેષ્ઠ રહ્યું છે.

આકડાની દ્રષ્ટીએ જોઇએ તો ભારતે વર્ષ 1992 થી સાઉથ આફ્રિકામાં રમવાનું શરૂ કર્યું છે. આમ 1992 થી ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે એક પણ સીરીઝ જીતવામાં સફળ રહી નથી. ત્યારે વિરાટ કોહલી અને તેની ટીમ માટે આ સીરીઝ જીતવા માટે મોટો પડકાર છે.

જો ભારતીય ટીમ આ ટેસ્ટ સીરીઝ જીતી જશે તો સુકાની તરીકે વિરાટ કોહલી એવો પહેલો સુકાની બનશે જેણે સાઉથ આફ્રિકામાં આફ્રિકા સામે સીરીઝ જીતી હોય. આમ ભારતીય ક્રિકેટ ચાહકો અને વિશ્વના ક્રિકેટ ચાહકો માટે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની સીરીઝ ઘણી રસપ્રદ રહેશે. ઉલ્લેખમીય છે કે વિદેશની ધરતી પર સીરીઝ જીતવાનું સૌરવ ગાંગુલીએ વર્ષ 2001-02માં શરૂઆત કરી હતી. તો રેકોર્ડની દ્રષ્ટીએ પણ ભારત જો સીરીઝ જીતશે તો ભારત પોતાના નામે ઘણો રેકોર્ડસ પણ પોતાના નામે કરશે. જેથી એ જોવું રસપ્રદ રહેશે કે ભારતીય ટીમ શું કમાલ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.