ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો 6500 સ્નાઇપર રાઇફલ, 17 હજાર LMG ખરીદવામાં અાવશે

ભારતીય સેના સતત પોતાનો તાકાતનો પરચો અાપતી રહે છે. વિશ્વના દેશોમાં પણ ભારતીય સેનાને તેની તાકાતના કારણે અાદરભાવથી જોવામાં અાવે છે.ભારતીય સેનામાં ટૂંક સમયમાં 6500 સ્નાઇપર રાઇફલ, 17 હજાર LMG ખરીદવામાં અાવશે.

પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરતા ભારતના સંરક્ષણ મંત્રાલયે એક નવા પ્રસ્તાવને તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવ હેઠળ સરહદે શસ્ત્રવિરામ ભંગ વખતે પાકિસ્તાનને જવાબ આપવામાં સૌથી વધુ કારગર નિવડે તેવા 17 હજાર લાઈટ મશીન ગન અને 6500 સ્નાઈપર રાઈફલની કરીદી કરવામાં આવશે. આની પાછળ સરકાર બે હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.

મહત્વપૂર્ણ છે કે ગત કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં ઘણાં આતંકવાદી હુમલા થયા છે. જમ્મુના સુંજવાન, શ્રીનગરના સીઆરપીએફ અને શોપિયાંમાં આતંકવાદી હુમલાની ઘટનાઓ બની છે. સુંજવાનમાં છ અને શ્રીનગરમાં એક જવાન આતંકી હુમલામાં શહીદ થયા છે.

ત્યારે ભારતીય સેનાની તાકાતમાં વધારો કરાશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.