PANને આધાર સાથે લિંક કરવાના સમયમાં મળશે વધારો

સુપ્રીમ કોર્ટેમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન સરકારે કોર્ટમાં સમયમર્યાદા વધારવાની વાત કરી છે. સરકાર આ મામલે શુક્રવારે અધિસૂચના જાહેર કરશે.
આ પહેલા 31 ડિસેમ્બર સુધી આધારકાર્ડને PAN સાથે જોડવુ ફરજિયાત હતું. આધારકાર્ડ ફરજિયાત પર રોક લગાવતી અરજી પર સુપ્રીમ કોર્ટે સંવૈધાનિક બેંચની રચના કરવા જણાવ્યું. જસ્ટિસ દીપક મિશ્રાએ અરજીકર્તાઓને જણાવ્યું કે. કોર્ટ ટૂંક સમયમાં સવૈધાનિક બેંચની રચના કરશે. સરકારે ઉચ્ચતમ ન્યાયલયને સંકેત આપ્યો છે કે તે સમયની સીમાને 31 માર્ચ 2018 સુધી લંબાવી શકે છે.જો ઉચ્ચ અદાલત સરકારના નિર્ણયને જાળવી રાખશે તો PANને આધાર સાથે લિંક કરવાના સમયમાં 3થી 6 મહિના જેટલી રાહત મળશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.