ક્રિકેટનાં રસીકો માટે ખુશખબર ટુંક સમયમાં યોજાશે IPL-11

ક્રિકેટ રમતના દિવાના માટે એક ખુશખબર છે કે આગામી આવનારી આઇપીએલ ૧૧ની પ્રારંભિક મેચ સાત એપ્રિલે મુંબઈમાં રમાશે તેમ આઈપીએલ કમિશનર રાજીવ શુક્લાએ કહ્યું હતું આઈપીએલની ઓપનિંગ મેચના એક દિવસ અગાઉ છઠ્ઠી એપ્રિલે ઓપનિંગ સેરેમની પણ યોજાશે. આ ઉપરાંત આઈપીએલની ફાઇનલ મેચ ૨૭ મેના રોજ મુંબઈ ખાતે જ યોજાશે. આ વખતે બે વર્ષથી પ્રતિબંધ ભોગવી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પરત ફરી રહી છે. તેની સાથે જ ગુજરાત લાયન્સ અને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ ટીમ બહાર થઈ ગઈ છે કિંગ્સ ઇલેવન પંજાબ પોતાના ચાર ઘરેલુ મુકાબલા મોહાલીમાં અને ત્રણ મુકાબલા ઇંદોરમાં રમશે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ પોતાના ઘરેલુ મેચ અંગેનો નિર્ણય ૨૪ જાન્યુઆરીએ રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદા બાદ કરશે.આઈપીએલની આ સિઝન માટે આગામી ૨૭ અને ૨૮ જાન્યુઆરીના રોજ બેંગ્લુરૂમાં ખેલાડીઓની લિલામી યોજાશે. જેમાં ૫૭૮ ખેલાડીઓ પર બોલી લગાવાશે. આઈપીએલમાં જે ૫૭૮ ખેલાડીઓ પર બોલી લાગવાની છે તે પૈકી ૩૬૦ ભારતીય ખેલાડીઓ છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.