ભાઇ-બહેનનીના સારા સંબંધો જોઇ ગર્લફ્રેંન્ડે કર્યુ બ્રેકઅપ

તમે ઘણાં લોકોને બ્રેકઅપ કરતા જોયા હશે. પરંતુ બ્રેકઅપનો આવો હેરાન કરી દે તેવો કિસ્સો નહી સાંભળ્યો હોય. થોડા દિવસો પહેલાનો આ કિસ્સો છે. સિડનીની એક મહિલા જૈસિંટો કોલ્હોએ પોતાના બોયફ્રેંન્ડ જોડે સંબંધ તોડી નાખ્યો. જૈસિંટો અને તેમનો બોયફ્રેંન્ડ છેલ્લા 4 મહિનાથી એક બીજાને ડેટ કરતા આવ્યા છે. તમને જાણીને હેરાનગતી થાશે કે તેમને તેમની બહેન સાથે વધતા સંબંધોના કારણે તેમણે તેમનાથી અલગ થવાનો નિર્ણય લીધો. આ મામલામાંં જૈસિંટોનું કહેવુ છે કે તે હંમેશા તેમની તુલના તેમની બહેન સાથે જ કરતો હતો. તે એવુ મહેસુસ કરાવતો કે તેમની બહેન સાથે કોઇ મુકાબલો ના કરી શકે. તેમનુ કહેવુ છે કે તેમની બહેન તેમને ક્યારે પણ ટાઇમ સ્પેન્ડ ન કરવા દેતી. તેમની બહેન અમે બંને સાથે હોય ત્યારે એક નજરથી અમારી સામે જોયા કરે. તેમણે તેમ પણ કહ્યુ કે તે બંને એક સાથે સુતા. જૈસિંટોએ એ પણ કહ્યુ કે જૈકની બહેને કહ્યુ કે તે હજુ સુધી સિંગલ છે કેમ કે તેમને તેમના ભાઇ જેવો છોકરો મળ્યો જ નથી. તેમણે તેમની નજીકના સંંબંધો વિશે પુછ્યુ તો કહ્યુ કે તેમની બહેનને તેમના રૂમમાં એકલા સુવામાં ડર લાગે છે તેથી તે તેમના રૂમમાં સુવા માટે આવી જાય છે. આટલુ કહી જૈકે પોતાની વાત પૂર્ણ કરી હતી. જૈસિંટોએ કહ્યુ કે ભાઇ-બહેનના સંબંધ સારા હોય તો સારૂ કહેવાય પણ ખુબ વધુ નજીક પણ ન આવવુ જોઇએ.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.