આ વસ્તુઓ ખાઓ, સ્વપ્નદોષથી છૂટકારો મેળવો

બિઝી શિડ્યૂલ અને યોગ્ય ખાવા-પીવાને અભાવે શરીરને ઘણી બધી સમસ્યાઓ ઘેરી લે છે. યંગસ્ટર્સમાં સ્વપ્નદોષની સમસ્યા સૌથી વધુ હોય છે. જેનાથી તેમને નબળાઈ આવવા લાગે છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આ નુસ્ખા જેનાથી નાઈટફોલની સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે.

1-2 બદામ, થોડું માખણ અને 3-3 ગ્રામ ગળો લઈ પીસી નાંખો. તેમાં 7-8 ગ્રામ મધ નાંખી બરાબર મિક્સ કરી દો. આ મિશ્રણને એક સપ્તાહ સુધી સવાર-સાંજ ખાવાથી નાઈટફોલમાં ઘટાડો થાય છે.

સ્વપ્નદોષના રોગને દૂર કરવા માટે 6 ગ્રામ આંબળાના ચૂર્ણમાં એટલી માત્રામાં મધ મિક્સ કરી તેને 8-10 દિવસ સુધી લો અને તેની ઉપર સાકર ખાઈ લેવી.

અડધો ગ્રામ નાની ઈલાયચી કે પાઉડર, 3 ગ્રામ સૂકા ધાણાનો પાવડર અને 3 ગ્રામ સાકરને પીસી લો. આ ચૂર્ણનો સરખો ભાગ કરી પડીકા બનાવી લો. રોજ સવારે તાજા પાણીની સાથે તેને ખાઓ. સ્વપ્નદોષથી છૂટકારો મળી જશે.

તાજા ગુલાબના ફુલની 7-8 પાંખડીઓને 3 ગ્રામ સાકરની સાથે ચાવીને ખાઈ લો. તેના ઉપર 1 ગ્લાસ ગાયનું દૂધ પીવો. આ નુસ્ખો રોજ કરવાથી સ્વપ્નદોષનો રોગ કાયમ માટે દૂર થાય છે.

અજમાનાં પાંદડા સ્વપ્નદોષની સમસ્યા માટે એક સારામાં સારી દવા છે. તેના પાંદડાનું જ્યૂસ કાઢી તેને મધ સાથે લો. અજમાનો રસ આ રીતે લેવાથી જલદી લાભ થાય છે.

નપુંસકતા દૂર કરવા માટે પુરુષેએ કાચા ભિંડા ચાવીને ખાવા જોઈએ. સ્વપ્નદોષની સમસ્યામાં ભિંડા એક સારી દવાનું કામ કરે છે.

કાચી ડુંગળી ખાવી સ્વપ્નદોષની સમસ્યામાં ઘણી સારી માનવામાં આવી છે. ખાવામાં કોઈપણ રૂપમાં ડુંગળીનું સેવન કરવામાં આવે તો આ સમસ્યામાં લાભ થાય છે. સાથે જ, જો તેને કાચી ખાવામાં આવે તો સારા પરિણામ મળે છે.

મધમાં ત્રિફળાનું ચૂર્ણ મિક્સ કરી ખાવાથી સ્વપ્નદોષ જેવા રોગ દૂર થાય છે, પરંતુ જે લોકોનો સ્વભાવ વધુ ગરમ રહેતો હોય એ લોકોએ મધને બદલે સાકરનો ઉપયોગ કરવો જોઈએ. જો તે ઉપરાંત ખાંડ મિક્સ કરેલો રસ પીવામાં આવે તો વધુ લાભ થાય છે.

પાકા કેળામાં 3-4 ટીંપા મધ નાંખી સવારે સૂર્યોદય પહેલા ખાવાથી સ્વપ્નદોષની સાથે વીર્ય સંબંધી અનેક રોગ દૂર થાય છે અને વીર્ય પણ વધુ માત્રામાં ગાઢ બની જાય છે. આ મિશ્રણનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવો જોઈએ.

અડધો લીટર ગાયના દૂધમાં 3 ખારેક લઈ તેમાં જરૂર મુજબ સાકર મિક્સ કરી તેને સારી રીતે ઉકાળો, જ્યારે દૂધ અડધુ રહી જાય ત્યારે ખારેકના ઠળિયા કાઢી ખારેકને ખાઓ અને દૂધને પી લો. સ્વપ્નદોષથી મુક્તિ મેળવવાનો આ અચૂક નુસ્ખો છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.