શેકેલી બદામ ખાઓ અને રહો તંદુરસ્ત

સુકોમેવો ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. બદામ, અખરોટ, પિસ્તા, કાજુ, કિસમિસ ખાવાથી શરીરને ફાયદો થાય છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમે બદામના ફાયદાવીશે તો જાણતા જ હશો પણ અાજે અમે તમને શેકેલી બદામના ફાયદા જણાવીશું રોજબરોજના જીવનમાં તમે શેકેલી બદામનો નિયમિત ઉપયોગ કરશો તો તમારા કેટલાય પ્રોબ્લેમ દૂર થઈ જશે. રોજ 2-3 શેકેલી બદામ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેશે. બદામમાં મિનરલ્સ, વિટામિન અને ફાઈબર ભરપુર હોય છે જેનાથી મગજ શક્તી વધે છે. સાથે સાથે ત્વચા પણ ચમકીલી બને છે.
શેકેલી બદામ ખાવાથી શરીરને અોક્સીજન પહોંચાડનાર શ્વશનતંત્ર પર સારી અસર થાય છે. રોજ ખાલી પેટે શેકેલી બદામ ખાવાથી ખુબજ ફાયદાઓ થાય છે. શેકેલી બદામમાં પોષક તત્વો ભરપૂર હોવાથી શરીરમાં ન્યૂટ્રીશ્યનનો વધારો થાય છે. બીમારી સામે રક્ષણ મળે છે. શેકેલી બદામને રોજ અને રેગ્યુલર ખાવાથી મોટી બીમારીઓથી બચી શકાય છે. બદામનું સેવન કરવાથી પાચનતંત્ર ઠીક થાય છે.પાચનતંત્ર ઠીક થતાં પેટની બીમારીઓ સામે લડી શકાય છે.
શેકેલી બદામનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલને વધતું અટકાવી શકાય છે. હૃદયરોગની ગંભિર બીમારી અટકાવી શકાય છે.
બદામને અા રીતે શેકો- સૌ પ્રથમ બદામને 2 કપ પાણીમાં ઉકાળો, ત્યારબાદ 24 કલાક પલાળી રાખો, પાણી કાઢી ઓવનમાં શેકો. અા શેકેલી બદામનું નિયમિત સેવન કરવાથી ફાયદો થશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.