બિટકોઈનમાં 24 કલાકમાં ભારે ઉછાળો, ૧૩૦૦૦ ડોલર તરફ આગેકૂચ

બિટકોઈન અેટલે ક્રિપ્ટોકરન્સીનો ભાવ બુધવારે એક જ દિવસમાં ૯૦૦ ડોલરથી વધુ વધીને ૧૨૭૯૮ ડોલર સુધી ગયો હતો અને ૧૩૦૦૦ ડોલરની નજીક પહોંચી ગયો છે. સીએમઈ ગ્રુપ ઈન્ક અને સીબીઓઈ ગ્લોબલ માર્કેટસને બિટકોઈન ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ લિસ્ટ કરવાની પરવાનગી આપશે એમ અમેરિકાના મુખ્ય ડેરિવેટિવ્ઝ નિયામકની શુક્રવારે જાહેરાત થતા બિટકોઈનની તેજીને વધુ ગતિ મળી છે. વર્ષના પ્રારંભથી જ ૧૦૦૦ ડોલરની સપાટીએથી બિટકોઈનના ભાવમાં આ સાથે ૧૨ ગણો ઉછાળો આવ્યો છે. બિટકોઈનમાં આ ઉછાળાને કારણે દેશભરના નાણાંકીય નિયામકોના ભવાં ચડી ગયા છે.
બિટકોઈનમાં હાલમાં નાણાંનો જોરદાર પ્રવાહ થઈ રહ્યો છે. કેટલાક લોકો દેખાદેખીમાં અાવી અમે રહી ગયાનો વસવસો કરીને નાણાં ઠાલવી રહ્યા હોવાનું અન્ય એક વિશ્લેષકે જણાવ્યું હતું.
રિઝર્વ બેંકે બિટકોઈન સામે રોકાણકારોને ચેતવણી આપી છે. અામ છતાં સતત થઈ રહેલી તેજી સામે સવાલ ઉઠી રહ્યા છે. રિઝર્વ બેંકે બિટકોઈન તથા અન્ય ક્રિપ્ટોકરન્સી સામે રોકાણકારોને ચેતવણી આપતા જણાવ્યું છે કે આનાથી નાણાંકીય, કાનૂની અને ગ્રાહક સલામતિના જોખમો રહેલા છે.
રિઝર્વ બેંકે સતત વધી રહેલા બિટકોઈન સામે માત્ર ભારત જ નહીં પરંતુ ચીન, રશિયા, બાંગ્લાદેશ, સ્વીડન, થાઈલેન્ડ, વિયેટનામ સહિતના અનેક દેશોએ આ કરન્સી સામે રોકાણકારોને ચેતવણી જાહેર કરી છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.