વિરાટની સેન્ચ્યુરી પર અનુષ્કાની ખુશી છલકાણી ઈન્સ્ટાગ્રામ પર ફોટા કર્યા શેર

અનુષ્કા શર્મા તેની આગામી ફિલ્મ પરીના ટીઝરને પગલે છવાઈ ગઈ છે. જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને અનુષ્કાના પતિ વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકામાં ફાંકડી ફટકાબાજી કરી ભારતને વિજય તરફ દોરી રહ્યા છે. અનુષ્કાએ પતિના વખાણ કરતાં કોહલીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

વિરાટે અનુષ્કાની આગામી ફિલ્મ ‘પરી’ નું ટીઝર બુધવારે ટ્વિટર પર શેર કર્યું હતું અને દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ODIમાં જયારે વિરાટે સદી ફટકારી હતી ત્યારે કૂદી કૂદીને અનુષ્કાનએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

અાપને જણાવી દઈએ કે આ મેચમાં વિરાટના મજબૂત પ્રદર્શનના લીધે તે ICCના બેટિંગની રેન્કિંગ લિસ્ટમાં પ્રથમ સ્થાન પર આવી ગયો છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.