સગર્ભા પત્નીએ સેક્સ કરવાનીના પાડતા પતિએ કર્યુ આવુ કારસ્તાનઃ રાજપીપળા

આજે પુરૂષ પ્રધાન સમાજમા મહીલાઓ શોષીત છે, મહીલાઓ ઉપર અત્યાચારો થાય છે. નાંદોદ તાલુકાના એક ગામમાં શારિરીક સંબંધોનીના પાડનાર પત્નીને પતિએ ઘરની બહાર કાઢી મુકતા ચકચાર મચી ગઇ છે. પ્રાપ્ત માહીતી અનુસાર નાંદોદ તાલુકાના એક ગામની મહિલાએ ૧૮૧ અભયમ મહીલા હેલ્પલાઇન પર કોલ કરી જણાવ્યુ હતુ કે, મારો પતિ છેલ્લા ઘણા વખતથી મને મારઝૂડ કરે છે. ઘરની બહાર કાઢી મુકી છે. જેથી તરત જ રેસ્કયૂ વાન પીડીત મહીલાના ઘરે પહોચી તેની આપવીતી સાંભળી હતી.

પીડીત મહિલા ૨ બાળકોને માતા છે. હાલમા ત્રણ માસનો તેમને ગર્ભ પણ છે. આવી સગર્ભા અવસ્થામા પણ તેનો પતિ તેને શારીરીક સંબંધેા બાંધવા મજબૂર કરતો હતો. અગાઉ તેને આનાથી શારીરીક તકલીફ થતા ડોકટરે તેની શારીરીક સબંધ ન બાંધવા જણાવ્યુ હતુ. જ્યા સુધી બાળકનો જન્મ ન થાય ત્યા સુધી પતિ પત્નીના શારીરીક સંબંધ બાંધવામા આવે તો માતા અને બાળક બંન્ને માટે જોખમકારક બીની રહેશે. તેવી જાણકારી ડોક્ટરે આપી હોવા છતા તેના પતિ દ્વારા બળજબરી પૂર્વક જાતીય સંબંધો બાંધતા તેને શારીરીક તકલીફ ઉભી થઇ હતી. આ બબાતે પત્નીએ ના પાડતા તેના પતિ દ્વારા તેને મારઝૂડ કરવામા આવી હતી.

આખરે તેને ઘરમાથી પણ કાઢી મૂકતા તેણીએ મહીલા હેલ્પ લાઇનની મદદ માંગી હતી. જેમા મહીલા કાઉન્સેલર દ્વારા પતિ પત્ની સાથે બેસીને ચર્ચા કરવામા આવી હતી. અને જણાવેલ કે માતા એ બાળકો પેદા કરવાની ફેક્ટરી કે મશીન નથી, તેની તંદુરસ્તી, શારીરેક તકલીફો, ગમા અણગમાને ધ્યાને રાખે તે જરુરી છે. આ ઉપરાત મેડીકલ સલાહ પણ ધ્યાને લેવી જોઇએ. મહીલા ઉપર તેની મરજી વિરુધ્ધ જાતીય સંબંધ બાંધવો તે પણ ગુનો છે. આમ તેના પતિને સમજાવતા પતિએ પોતાની ભૂલ કબૂલી હતી. અને પત્ની અને બાળકોની કાળજી રાખવાની ખાત્રી આપી હતી. નર્મદાની ૧૮૧ અભયમ મહીલા હેલ્પ લાઇન દ્વારા કાઉન્સેલીંગ કરી મહીલાઓનો ઉજડતો સંસાર બચાવવા પ્રયાસ થઇ રહ્યો છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.