ભરૂચના 43 વર્ષીય યુવાનનું આફ્રીકામાં કાર અકસ્માતમાં મોત

દક્ષિણ અાફ્રિકાના જહોણનીસબર્ગથી સ્વાજીલેન્ડ પરત ફરી રહેલા ભરૂચ તાલુકાના મનુબર ગામના પૂર્વ સરપંચના પુત્રની કારને બીનોની ટાઉન નજીક અકસ્માત નડયો હતો. અકસ્માતમાં તેનું મોત થતાં ભરૂચ પંથકના મુસ્લિમ સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે.ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર સમસુદ્દીન ઐયુબ વલી નવગજા ઉર્ફે લાલા ઉ.વ. અાશરે 43 અાશરે છેલ્લા 25 વર્ષથી દક્ષિણ અાફ્રિકાના સંવાજીલેન્ડના સાંગાનુ ટાઉનમાં રોજગારી માટે સ્થાયી થયેલો હતો. સમસુદ્દીન કામ અર્થે જોહનીસબર્ગ ગયો હતો. ત્યાંથી પરત ફરતી વેળા બીનોની ટાઉન નજીક કન્ટેનર સાથે કાર ભટકાતા ગંભીર ઇજાઓના કારણે સમસુદ્દીનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું.
મૃતક સમસુદ્દીનના પિતા પાંચ વર્ષ સુધી મનુબર ગામના સરપંચ પદે પણ રહી ચુક્યા છે. સમસુદ્દીનના મોતના સમાચાર વાયુવેગે મનુબર ગામમાં પ્રસરતા મોટી સંખ્યામાં ગામના લોકો સમસુદ્દીનના પિતાના ઘરે ભેગા થયા હતા. અાશાસ્પદ યુવકના મોતના પગલે મનુબર ગામ શોકાતુર બની જવા પામ્યું હતું. મૃતક મળતાવડા સ્વભાવનો તથા સદાય સમાજના લોકો માટે હિતચિંતક હતો. સમસુદ્દીન પોતાની પાછળ પત્ની તથા સંતાનોને વિલાપ કરતા મુકી ગયો છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.