બજેટ સત્ર પેહલા આજે સરકાર તમામ રાજકીય પાર્ટી સાથે મુલાકાત કરશે.

નવી દિલ્હી તા.30 : બજેટ ને લઇ સમગ્ર દેશ ના લોકો ની નજર છે તેમજ રાજકીય પક્ષ ના લોકો પણ તેને લઇ ઘણી અટકળો લગાડી રહ્યા છે.નોટબંધી બાદ રજુ થનાર બજેટ ને લઇ ઘણી રાજકીય પાર્ટી માં હજુ પણ અણગમો જોવા મળી રહ્યો છે.આજે મળનારી બેઠક મેં કેટલીક રાજકીય પાર્ટી હાજર નહિ રેહવાની વાતે વેગ પકડ્યું છે.
પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી મમતા બેનર્જી એ આ બેઠક નો સ્પષ્ટ પણે વિરોધ નોંધાવ્યો છે અને તેમાં ભાગ નહિ લે તેમ તેમને જણાવ્યું હતું.મળતી માહિતી અનુસાર મમતા ની પાર્ટી ટીએમસી ની બેઠક આજે કલકત્તા ના મુખ્યાલય પર મળનારી છે જેના કારણે તે આ બેઠક માં હાજર નહિ રહે મળનારી બેઠક પાછળ નું જો કારણ જોવામાં આવે તો નોટબંધી પછી ના શિયાળા સત્ર માં વિપક્ષ ના ભારે વિરોધ ને લઇ સંસદ કોઈ કાર્યવાહી થઇ નોહતી જયારે બજેટ રજૂ કરવાના સમયે પણ આ પ્રકાર ની સ્થિતિ નો સરકાર ને સામનો ન કરવો પડે તેની માટે આ બેઠક યોજાનારી છે.
તેમજ લોકસભા ના સ્પીકર સુમિત્રા મહાજન પણ આજે સાંજે 7 વાગ્યે આવીજ એક બેઠક નું આયોજન કરનાર છે.ઉલ્લેખનીય છે કે પ્રણવ મુખર્જી ની હાજરી માં લોકસભા માં બજેટ સત્ર નો પ્રારંભ થનાર છે.

Share
Twitter Auto Publish Powered By : XYZScripts.com