કાળિયાર શિકાર કેસ : સલમાને કોર્ટ સમક્ષ કહ્યું હું નિર્દોષ છુ.

જોધપુર તા.27 : 18 વર્ષ જુના કાળિયાર કેસ માં જોધુપુર કોર્ટ માં ફરી એક વખત સલમાન ખાન હાજર રહ્યા હતા તેમજ તેમની સાથે નીલમ,તબ્બુ,સેફઅલી ખાન અને સોનાલી બેન્દ્રે ને પણ હાજર રહેવા જણાવ્યું હતું.મળતી માહિતી અનુસાર હમ સાથ સાથ હૈ ના ફિલ્મ શુટિંગ દરમિયાન 2 કાળિયાર નો શિકાર થયો હતો જેના બાદ થી આ કેસ માં લાંભા સમય થી કોઈ ચુકાદો આવ્યો નહોતો.


આજે કોર્ટ માં હાજર રહેલા તમામ કલાકારો એ પોતાના પર લાગેલા આરોપો ને નકારી કાઢીયા હતા તેમજ સલમાન ખાન ને 65 થી વધુ સવાલો કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યા હતા.તેમને તમામ આરોપો ને નકારતા જણાવ્યું હતું કે તેમને ફોરેસ્ટ ના અધિકારી દ્વારા ફસાવામાં આવ્યા છે.કોર્ટ દ્વારા તમામ સિતારાઓ ને 25 જાન્યુઆરી ના દિવસે હાજર રહેવા જણાવ્યું હતું પરંતુ પ્રજાસત્તાક દિન નિમિતે સુરક્ષા ના સવાલ સાથે તેઓ હાજર રહ્યા નોહતા.
સલમાન ખાન પર આરોપ હતો કે તેને 2 કાળિયાર નો શિકાર કર્યો છે જે જતી લુપ્ત થવા ના આળે છે.આ શિકાર હમ સાથ સાથ હે ના શૂટિંગ દરમિયાન થયો હતો.જયારે અન્ય લોકો પર આરોપ હતો કે સલમાન ને શિકાર કરવા માટે સાથી કલાકારોએ તેને ઉકસાવ્યો હતો.આ કેસ માં અત્યાર સુધી માં 28 લોકો ગવાહી આપી ચુક્યા છે.

Share
Twitter Auto Publish Powered By : XYZScripts.com