Share

અહીંયા ભારત કરતા 15 ઘણી વધુ ઠંડી પડે છે.

સત્ય ડે નોલેજ ડેસ્ક તા.16 : આ વર્ષ ની ઠંડી સાલ 2008 પછી સહુથી વધારે નોંધાયી છે.અને તેની સાથે સહુ કોઈ ઠુંઠવાયી રહ્યું છે,પરંતુ શું તમને ખબર છે કે આ દુનિયા માં સહુથી વધુ ઠંડી ક્યાં પડે છે અને કેટલી પડે છે.તમને એમ લાગશે કે આ સમય ની ઠંડી નો અનુભવ તમને કઈ કે સારો નથી થયો.અને આના થી વધારે ઠંડી નો તમે અનુભવ પણ કરવા નથી માંગતા પરંતુ તમને જણાવી દઈ કે દુનિયા ના અમુક વિસ્તાર ના લોકો એટલી અપાર ઠંડી નો સામનો કરે છે કે તમને લગભગ સપના માં પણ ખ્યાલ નહિ હોય.
તમને જણાવી દઈ કે આ ઠંડી નો સામનો ત્યાંની પ્રજા જ નહિ પરંતુ હિટલર અને નેપોલિયન ને પણ કરેલો છે અને તેમની સાથે તેમની સેનાએ પણ આકરી ઠંડી નો સામનો કરવો પડ્યો હતો જેમાં ના મોટાભાગ ના લોકો ગણતરી ની સેકંડો માંજ મોત ને ભેટ્યા હતા,આટલી ભયાનક ઠંડી રશિયાના ઓયમ્યાકોન માં પડે છે જેનું ન્યુનતમ તાપમાન -70 ડિગ્રી નું અસામાન્ય હોય છે.આ તાપમાન દુનિયા માં કઈ અન્ય જગ્યા કરતા સહુથી વધારે છે.અહીંયા માત્ર 500 લોકો ની વસ્તી છે.

 
અહીંયા ના લોકો ને ઠંડી ના કારણે શાકભાજી પણ પ્રાપ્ત થતા નથી તેના કારણે લોકો સીત પ્રદેશ ના હરણ તેમજ ઘોડા ના માંસ થી પોતાનું ગુજરાન ચલાવે છે અહીં ના ડોક્ટર ના જણાવ્યા પ્રમાણે સ્થાનિક લોકો હજુ સુધી ભૂખમરા નો શિકાર નથી થયા.થોડી ઘણી ગરમી ના સમય માં હરણ ના પશુપાલકો તેમના જાનવરો માટે ઘેટાં ના ઉન થી બનેલા પૂમડાં માં પાણી નો સંગ્રહ કરતા હતા.

મુર્દા ને દફનાવા માટે પડતી મુશ્કેલી.

:- જયારે પણ આ જગ્યા પર કોઈ નું મોત થાય છે ત્યારે મૃત શરીર ને 3 દિવસ  સુધી રાખી મુકવામાં આવે છે કેમકે અહીંના લોકો 3 દિવસ ના ગાળા માં જમીન પર જામેલા બરફ ને કોલસા સળગાવી ને ઓગળે છે જેથી તેમને જમીન ના ખોદકામ માં આસાની થાય.

 

મોબાઈલ કવરેજ પણ નથી.

:- તમને જાણી ને નવાઈ લાગશે કે અહીં ઠંડી ના કારણે મોબાઈલ ના નેટવર્ક પણ કામ નથી કરતા તેમજ બેટરી માં રહેલું એસિડ પણ ઠંડી ના કારણે ઠરી જાય છે જેના કારણે બેટરી પણ પાવર આપવા માટે સક્ષમ નથી રહેતી.સ્થાનિકો નો પોતાની ગાડી ને મોટા ભાગ ના સમય માટે ચાલુ રાખે છે કેમકે એક વખત બંધ થયા પછી તે ચાલુ પણ નથી થતી.ગોગલ્સ ના ગ્લાસ ચેહરા પર ચોંટી જાણવા ના કારણે સ્થાનિકો ગોગલ્સ નથી પહેરતા.

 

અહીંના ઘરો માં ટોયલેટ પણ ઘર ની બહાર હોય છે અને વીજળી-ઘર કોલસા અને લાકડા સળગાવી ને વીજળી પેદા કરે છે પરંતુ જો એક વખત વીજળી જતી રહે તો પાવર હોઉસ પાસે માત્ર 5 કલ્લાક નું જ પાવર બેકઅપ અને વિસ્તાર ની પાઇપ પણ ઠંડી ના કારણે જામી ને તૂટી જાય છે.ટ્રાવેલ્સ કંપની અહીં પ્રવાસી ને જવા માટે આકર્ષે છે અને તેમને અનુભવ કરવા માટે અવનવી લોભામણી જાહેરાત કરે છે.