કોણ છે ટાટા ના પેહલા બિન પારસી ચેરમેન

મુંબઈ તા.13 : ટાટા કંપની જૂથ ના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી ની જગ્યાએ ચંદ્રશેખરનની નિમણુંક કરવાં આવી છે.સાયરસ મિસ્ત્રી ના રાજીનામાં બાદ ભારતીય ઉદ્યોગ માં ઘણી હિલચાલ મચી ગઈ હતી અને તાતા સન્સ ના નવા ચેરમેનના નામ ને લઇ ઘણી અટકળો લગાડવામાં આવી રહી હતી પરંતુ હવે તે અટકળો નો અંત આવી ગયો છે ચંદ્રશેખરનએ ટાટા સન્સ ના ચેરમેન તરીકે નું બીડું ઝડપ્યું છે. ચંદ્રાના નામથી જાણીતા ચંદ્રશેખરને એક વખતે ડોક્ટરે જોગિંગની સલાહ આપી અને દરરોજ 15000 પગલાં ચાલવાની સલાહ આપી. પરંતુ પહેલી વખત તેઓ માત્ર 100 મીટર જ દોડી શક્યા હતા. પરંતુ આકરી મહેનતથી નવ મહિના બાદ એક જ વારમાં તેઓએ 43 કિલોમીટરની ફુલ મેરેથોન પૂર્ણ કરી હતી.ચંદ્રશેખર ટીસીએમમાં જોડાયા અને એમના નેતૃત્વમાં કંપનીએ ઘણી કમાણી કરી. એમના નેતૃત્વમાં ટીસીએમએ 2015-16માં 16.5 અરબ ડોલરની કમાણી કરી. ટીસીએસ 2015-16માં દેશમાં સૌથી મૂલ્યવાન કંપની બની અને બજારમાં એનું મૂડી રોકાણ 70 અરબ ડોલરથી વધુ રહ્યું.

કોણ છે ચંદ્રશેખર ?

:- નટરાજન ચંદ્રશેખરનો જન્મ તામિલનાડુના નમ્ક્કલ પાસે મોહનૂરમાં એક તમિલ પરિવારમાં થયો હતો. જોકે તે મુંબઇમાં પોતાની પત્નિ લલિતા અને પુત્ર પ્રણવની સાથે રહે છે. નટરાજન ચંદ્રશેખર એક સારા ફોટોગ્રાફર અને લોન્ગ ડિસ્ટેન્સ રનર પણ છે. એમણે મુંબઇ, ટોકિયો, ન્યૂયોર્ક, બર્લિન, શિકાગો અને બોસ્ટન સહિત કેટલીય મેરેથોનમાં પણ ભાગ લીધો છે.કોઇ પણ કંપનીને શું જોઇએ કે એ સંસ્થાનું નેતૃત્વ કરનાર તેજ દિમાગ અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેનાર વ્યક્તિ, આ બંને ખાસિયતો છે એમનામાં. જેમણે ટીસીએસ જેવી દિગ્ગજ કંપનીના એક અજાણ્યા કર્મચારીથી તેઓ સીધા એના ચેરમેન બન્યા હતા.

Share
Twitter Auto Publish Powered By : XYZScripts.com