હાર્દિક પટેલ ની રેલી જંગ માં કોણે ભંગ નાખ્યો ??

ગાંધીનગર તા.12 : હાર્દિક પટેલ નો વનવાસ પૂરો થઇ ગયો છે તેની સાથે જ અનામત આંદોલન ના હીરો અને પાટીદાર સમાજ ના અગ્રણી એવા હાર્દિક પટેલ ની રેલી માં નીતીશ કુમારે થોડો ભંગ નાખ્યાના એહવાલ સામે આવી રહ્યાં છે તેનું કારણ આવનાર સમય માં યોજાનારી ઉત્તરપ્રદેશ ની ચૂંટણી છે.થોડા સમય પેહલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ગુરુ ગોવિંદ સિંહ ની જન્મ જયંતિ પ્રકાશ પૂર્વ પર બિહાર ના પટના માં ભાગ લીધો હતો જેમાં નીતીશકુમાર અને મોદી બંને એક જ મંચ પર હાજર રહેવાથી રાજકીય પક્ષો માં ઘણું કુતુહલ સર્જાયું હતું.

મંચ પર હાજર રેહવાની સાથે નીતીશકુમારે આપેલા નિવેદન પછી હાર્દિક ની રેલી માં ચોક્કસ પણે ભંગ સર્જાયો હોવાના ભણકાર આવી ગયા હતા જેમાં તેમને પ્રધાનમંત્રી મોદી ના મન મૂકી ને વખાણ કર્યા હતા.હાર્દિક પટેલ થોડા મહિના પેહલા નીતીશ કુમાર ને મળવા પોહ્ચ્યા હતા જ્યાં હાર્દિકે નીતીશ કુમાર ને ગુજરાત રેલી માં જોડાવા માટે નું આમંત્રણ પાત્ર પણ પાઠવ્યું હતું.આ મહિના માં યોજાનારી રેલી માં હાર્દિક ની સાથે નીતીશ કુમાર હાજર રહેવાના હતા પણ હવે તે ઉત્તરપ્રદેશ ની ચૂંટણી નું બહાનું કરી ને હાર્દિક ના આમંત્રણ ને ફેરવી તોડ્યું છે.

અહીં નોંધનિય છે કે, પાટીદાર આંદોલન દરમિયાન હાર્દિક પટેલ પર રાજદ્રોહના ગુનામાં હાઇકોર્ટે છ મહિના સુધી રાજ્ય બહાર રહેવાનો આદેશ આપ્યો હતો. જે અંતર્ગત તે હાલમાં રાજસ્થાનના ઉદેપુરમાં છે. આગામી 17મી જાન્યુઆરીએ છ મહિનાના વનવાસના કાર્યકાળ પુરો થાય છે. એ જોતાં આગામી દિવસોમાં ગુજરાતમાં પાટીદાર આંદોલન ફરી સક્રિય બને એવી સંભાવના જોવાઇ રહી છે.

Share
Twitter Auto Publish Powered By : XYZScripts.com