Share
સરકારી અધિકારી માટે ટ્રિપલ સી ને લઇ એક મોટી રાહત..

સરકારી અધિકારી માટે ટ્રિપલ સી ને લઇ એક મોટી રાહત..

ગાંધીનગર તા.11 : થોડા સમય પેહલા રાજ્ય ના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા એ જાહેરાત કરી હતી કે જે પણ સરકારી અધિકારી સીસીસી પરીક્ષા પાસ નથી કરી રહ્યાં તેમને નૌકરી પર થી દૂર કરવામાં આવશે એન રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડીને જેમણે પાંચ વર્ષ અને તે ઉપરાંત અજમાયશી બે વર્ષનો સમયગાળામાં સીસીસી પરીક્ષા પાસ કરી ન હોય તેવા વર્ગ-૩ના શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કપવા આદેશ આપ્યો હતો. શાળા નિયામકની કચેરીએ ડીઈઓને મોકલેલી આ સૂચનાનો ભારે વિરોધ થયો હતો.


આ મુદ્દે રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરાઈ હતી. જેના પગલે શાળા નિયામકની કચેરી દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, જે કર્મચારીઓને સીસીસી પાસ કર્યું નથી તેમને છૂટા કરવાની કાર્યવાહી હાલ પૂરતી સ્થગિત રાખવી. આ નિર્ણયને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમખ પંકજ પટેલે આવકાર્યો હતો.