હવે ખુલ્લા માં શૌચ કરવા પર પોલીસ કરશે ધરપકડ.

વડોદરા તા.10 : તમને સાંભળવા માં આ વાત રમુજી લાગશે પણ આજે રાજ્ય સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમાં પોલીસ ને આદેશ કરવામાં આવ્યા છે કે હવે ખુલ્લા માં શૌચ કરનાર ની ધરપકડ કરવામાં આવે,કાયદો વ્યવસ્થા દારૂ અને જુગાર ના કેસો કરવા,બંદોબસ્ત તેમજ લોકો ની ફરિયાદો નો નિકાલ કરતી પોલીસ રાત દિવસ જોયા વગર સતત દોડતી હોય છે અને હવે ગ્રામ્ય વિસ્તાર માં ખુલ્લા માં શૌચક્રિયા કરતી વ્યક્તિઓ ને અટકાવવાની જવાબદારીમાં રાજ્ય સરકારે પોલીસની ઘસડતાં પોલીસ કર્મચારીઓ માં કચવાટ ઉભો થયો છે.
સ્વછ ભારત અતંરગત સમગ્ર દેશમાં ખુલ્લેઆમ શૌચ કરતી વ્યક્તિઓને શૌચાલય બનાવી આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે તેમજ ખુલ્લા માં શૌચ કરનારાઓ રોકવા માટે સરકાર દ્વારા નિતનવા કાર્યક્રમો અમલમાં લેવામાં આવે છે તેમ છતાં અનેકે સ્થળોએ લોકો સોચ માટે ખુલ્લા માં જતા હોય છે.


જો કે હવે વહેલી સવારે ખુલ્લા માં શૌચ માટે જતી વ્યક્તિ ને અટકાવવા માટે પોલીસ ની ભુમિકા પણ નક્કી કરવામાં આવી છે.પોલીસ ને હવે વહેલી સવાર માં શૌચ કરવા જતી વ્યક્તિ ને શોધવા માટે મદદમાં જવાનો આદેશ કરવામાં આવ્યો છે.ગ્રામ વિકાસ કમિશ્નરની અધ્ય્ક્ષતામાં જિલ્લા કક્ષાએ મિટિંગ યોજાયી હતી જેમાં કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે તમામ ગામોમાં ખુલ્લામાં શૌચક્રિયા બંધ કરાવવા માટે દૈનિક ધોરણે સવાર ના શિક્ષણ મહેસુલ,પંચાયત વગેરે માં કર્મચારી ની ટિમ બનાવી ને તેમજ આ કર્મચારીઓ ને સંઘર્ષ ના કરવો પડે તે માટે પોલીસ ને હાજર રાખવા માં આવે.
આમ આખો દિવસ કોઈ ને કોઈ કામ માટે દોડાદોડી કરતી પોલીસ હવે વહેલી સવારે ઉઠી ને ખુલ્લા માં શૌચ કરતી વ્યક્તિઓને પકડવા માટે જવું પડશે.

Share
Twitter Auto Publish Powered By : XYZScripts.com