Share
વલસાડ માં સાંસદ ગરમ :પોલીસવાળા એ ભાજપ કે તેમ કરવું પડે..!

વલસાડ માં સાંસદ ગરમ :પોલીસવાળા એ ભાજપ કે તેમ કરવું પડે..!

વલસાડ માં હાલ વહીવટી તંત્ર અને ભાજપ વચ્ચે ઈગો હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે,વાપી તાલુકા અને પારડી તાલુકાના સરપંચોના અભિવાદન સમારંભ કાર્યક્રમમાં શનિવારે વલસાડ સાંસદ ડો.કે.સી.પટેલે અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા હતાં.સાંસદે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ અધિકારીઓની ખેર નથી.આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ભાજપનો કાર્યકર જુઠી ફરિયાદ લખાવે તે પણ લેવી હોવાનું જણાવતાં હાજર સૌ કાર્યકરો પણ ચોંકી ઉઠયા હતાં.સાંસદે અધિકારીઓ પર કરેલાં નિવેદનનો ઓડિયો પણ વાયરલ થયો હતો.સાંસદ દ્વારા જાહેર કાર્યક્રમમાં અધિકારીઓ વિરુધ્ધ નિવેદન આપતાં વાત ચર્ચા નો વિષય બની છે,વલસાડ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપ સંગઠન વચ્ચે તાલમેલ ન હોવાની ચર્ચાઓ છેલ્લા થોડા સમયથી ચાલી રહી હતી,જેમાં વલસાડના મોરારજી સર્કલ તોડવા પ્રકરણ તથા સરપંચોની બેઠકોમાં ફેરફાર ન કરવાના મુદે જનપ્રતિનિધિઓમાં ભારે નારાજગી હોવાનું કહેવાય છે.પરંતુ શનિવારે સાંસદ ડો.કે.સી.પટેલ જ અધિકારીઓ સામે નારાજગી જાહેર કરી હતી,આ વાત સ્પષ્ટ થઇ ગઇ હતી.સરપંચોના અભિવાદનના કાર્યક્રમમાં સાંસદ ડો.કે.સી.પટેલે વહીવટી અધિકારી અને પોલીસ અધિકારીઓને સામે આક્રોશ ઠાલવ્યો હતો.સાંસદે શરૂઆતમાં જિલ્લાના ચાર ઓવરબ્રિજોને મંજુરી મળી જતાં થોડા સમયમાં ખાતમુુર્હુત કરાશે એવું જણાવ્યું હતું.ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગ્રામ પંચાયતોના વિકાસની યોજના અંગે રૂપરેખા આપી હતી.અચાનક સાંસદે અધિકારીઓને આડે હાથ લીધા હતાં.જો કે આ પ્રાંસગિક પ્રવચન બાદ પત્રકારો સાથેની વાત-ચીતમાં તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓને થોડા દિવસ પછી પાઠ ભણાવાસે,આમ વલસાડના જનપ્રતિનધિઓ અને અધિકારીઓ હાલ આમને-સામને હોય તેવી સ્થિતિ સપાટી ઉપર આવી રહી છે.સરપંચોના અભિવાદન કાર્યક્રમમાં વલસાડ સાંસદે અધિકારીની વિરૂદ્ધમાં બોલવાનું શરૂ કરતા મંચ પર હાજર ભાજપના અન્ય નેતાઓ પણ મૂછ માં મલકાતા હતા.