ભાવનગર માં સંજય જોશી ના સમર્થનમાં પોસ્ટરો લાગતા વિવાદ:તંત્ર માં મચી દોડધામ

એક સમયે જેમનો ભાજપ માં વટ હતો તેવા ગુજરાત ભાજપના ભૂતપૂર્વ સંગઠન મહામંત્રી સંજય જોશીના સમર્થનમાં ભાવનગરમાં પોસ્ટરો લાગતાં ભાજપ છાવણી માં હડકમ્પ મચી ગયો હતો. સંજય જોશી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર હરીફ છે અને મોદીના કારણે તેમણે ગુજરાત છોડવું પડ્યું હોવાની ચર્ચા છે,સંજય જોશીના સમર્થનમાં મંગળવારે સાત સ્થળે પોસ્ટર લગાવાયાં હતાં. આ પોસ્ટરોની જાણ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને પોસ્ટર્સને દૂર કરાયાં હતાં.સંજય જોશીના સમર્થનમાં લાગેલાં પોસ્ટર્સમાં ‘નેતા નહીં ફકીર હૈ, ઈસ દેશ કી તકદીર હૈ’ અને ‘કહો દિલ સે, સંજય જોશી ફિર સે’ જેવાં સૂત્રો લખાયાં હતાં.નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પહેલાં ગુજરાતમાં સંજય જોશીનો ભારે બોલબાલા હતીપણ મોદીનું આગમન થતાં જ સંજય જોશીને રવાના કરી દેવાયા હોવાનું કહેવાય છે.સંજય જોશી એ પછી સેક્સ સીડી કાંડના વિવાદમાં પણ ફસાયા હતા. સંજય જોશી જેવી લાગતી વ્યક્તિની એક યુવતી સાથેની સેક્સ સીડી ફરતી થતાં સનસનાટી મચી ગઇ હતી,આ સીડીની તપાસ કરાતાં તે બનાવટી હોવાનું સાબિત થયું હતું પણ તેના કારણે સંજય જોશીની રાજકીય કારકિર્દીને ભારે ફટકો પડ્યો.સંજય જોશીનો ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં સમાવેશ કરવા સામે મોદીએ ભારે વિરોધ કર્યો હતો. આ નિર્ણયના વિરોધમાં મોદી રાષ્ટ્રીય કારોબારીમાં ગેરહાજર રહેતાં જોશીને દૂર કરવા પડ્યા હતા આમ ભાજપ માં ચર્ચાસ્પદ રહેલા સંજય જોશી સતત કોઈ ને કોઈ રીતે લાઈટ માં રહ્યા છે. ત્યારે ફરી એકવાર પોસ્ટર વિવાદ ઉભો થતા રાજકારણ ગરમાયુ છે.

Share