રાહુલગાંધી એ ઊંઝામાં માતાજી ના કર્યા દર્શન..

કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને સ્પેશિયલ હેલિકોપટર દ્વારા ઊંઝા જવા રવાના થયા હતા જ્યાં તેઓ એ માં ઉમિયા માતાજી ના દર્શન કર્યા હતા, આ અગાઉ અમદાવાદ એરપોર્ટ પર ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ઊંઝામાં ઉમિયા માતાજીના દર્શન કર્યા બાદ મહેસાણા જવા રવાના થયા હતા.ભાજપ અને પાટીદારોનો ગઢ ગણાતા એવા મહેસાણામાં જ્યારે રાહુલ ગાંધી આવી રહ્યા છે ત્યારે કયા માઈક્રો પ્લાનિંગ સાથે આવી રહ્યા છે અને કેટલા સફળ થશે તેતો સમય જ બતાવશે, બીજી તરફ મહેસાના માં મોટી સંખ્યા માં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને અગ્રણીઓ ઉમટી પડ્યા હતા.

Share