Share
સેક્સ  ટોય્ઝ ખરીદી માં ગુજરાતનું કયું શહેર છે દેશ માં ત્રીજા ક્રમે. જુઓ

સેક્સ ટોય્ઝ ખરીદી માં ગુજરાતનું કયું શહેર છે દેશ માં ત્રીજા ક્રમે. જુઓ

અમદાવાદ સેક્સ ટોય્ઝની ખરીદીમાં દેશમાં ત્રીજા નંબર પર છે. લોકો હવે નવદંપતીઓને ગિફ્ટ માટે એડલ્ટ ગેમ્સ આપી રહ્યા છે. સેક્સ ટોય્ઝ મોટા ભાગે ઓનલાઈન ઓર્ડર કરીને મગાવાતા હોય છે, અને નવેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે સેલર્સ તેનો સપ્લાય પણ વધારી દેતા હોય છે. મળતી જાણકારી અનુસાર લગ્ન સિઝનમાં તેનું વેચાણ ખૂબ વધી જાય છે.

ફોરેન પોસ્ટ ઓફિસમાં પણ વિદેશથી સેક્સ ટોય્ઝના પાર્સલ્સ આવતા રહે છે. Thatspersonal.com સીઈઓ સમીર સરૈયાના જણાવ્યા અનુસાર, વેડિંગ સીઝનમાં અમારા એવરેજ ઓર્ડરની વેલ્યૂ વધીને 4500 રૂપિયા થઈ જતી હોય છે, ગીફ્ટ માટે ગ્રાહક અમને ખાસ નિર્દેશ પણ આપે છે. વેડિંગ ગીફ્ટ તરીકે અમે એકાદ લાખ રૂપિયાનો માલ ડિલિવર કરીએ છીએ, અને ડિસેમ્બરથી જાન્યુઆરી વચ્ચે સેલ ત્રણ ગણું વધી જાય છે.

એક્સ્પર્ટ્સનું માનવું છે કે, 18 25 વર્ષના વયજૂથના લોકો હવે પોતાના સેક્સ્યુઅલ પ્રેફરન્સ બાબતે બોલ્ડ બની રહ્યા છે. ગર્લ્સ પણ તેમાંથી બાકાત નથી. એડલ્ટ ગેમ્સ, ડીલે જેલ, એડિબલ બોડી પેઈન્ટ્સ, ઉત્તેજક લિન્જરીની ડિમાન્ડ દિવસેને દિવસે વધી રહી છે. પેનિસ પંપ્સનું પણ ગુજરાતમાં ચલણ વધી રહ્યું છે. ગુજરાતમાં આ પ્રકારની વસ્તુ ઓનલાઈન ખરીદતા લોકોમાં 59 ટકા પુરુષો જ્યારે 41 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે.

માત્ર આટલું જ નહીં તહેવારની સિઝન જેમ કે નવરાત્રી, વેલેન્ટાઈન્સ ડે તેમજ ક્રિસમસ જેવા તહેવારોમાં પણ સેક્સ ટોય્ઝનું વેચાણ વધી જાય છે. નવરાત્રીમાં અને વેલેન્ટાઈન્સ ડે દરમિયાન પણ તેના વેચાણમાં ઉછાળો આવ્યો હતો. એટલું જ નહીં, આ તહેવારની સીઝન દરમિયાન મોર્નિંગ આફ્ટર પિલ્સ તેમજ કોન્ડોમ્સનું વેચાણ પણ વધી જાય છે. આ પ્રોડક્ટ્સની ડિમાન્ડ હવે ભૂજ જેવા નાના શહેરોમાં પણ વધી રહી છે. અમને 65 ટકા જેટલી ક્વેરી આણંદ, વાપી, ભાવનગર અને અંકલેશ્વર જેવા નાના શહેરોમાંથી મળે છે.

Leave a Comment