Share
સાયરસ મિસ્ત્રી બાદ હવે નસલી વાડિયાને હટાવવાની તૈયારી

સાયરસ મિસ્ત્રી બાદ હવે નસલી વાડિયાને હટાવવાની તૈયારી

મુંબઇ: ટાટા ગ્રૂપનું ઘમસાણ સતત વધી રહ્યું છે. ટાટા સ્ટીલના ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર હવે ખુલ્લેઆમ સાયરસ મિસ્ત્રીની સાથે આવી ગયા છે. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર ઇચ્છે છે કે સાયરસ મિસ્ત્રી ટાટા સ્ટીલના ચેરમેન તરીકે ચાલુ રહે. આમ, જ્યારે ટાટા ગ્રૂપમાં સાયરસ મિસ્ત્રીના મામલે હજુ વિવાદ શમ્યો નથી ત્યાં એવા સમાચાર મળી રહ્યા છે કે સાયરસ મિસ્ત્રી બાદ હવે નસલી વાડિયાને કંપનીમાંથી હટાવવાની તૈયારી ચાલી રહી છે. આ માટે એજીએમ બોલાવવામાં આવી છે.

ટાટા સન્સનું માનવું છે કે ટાટા ગ્રૂપને તોડવા માટે સાયરસ મિસ્ત્રી અને નસલી વાડિયા મિલિભગત કરી રહ્યા હતા. ટાટા સ્ટીલની એજીએમ પણ બોલાવવામાં આવશે. બીજી બાજુ ટાટા કેમિકલ્સમાંથી ભાસ્કર ભટ્ટે રાજીનામું આપી દીધું છે. દરમિયાન ટાટા સન્સ સાથે સંકળાયેલાં સૂત્રોનું કહેવું છે કે નસલી વાડિયા અને સાયરસ મિસ્ત્રી સાથે મળીને ટાટા ગ્રૂપને અસ્થિર કરવામાં સક્રિય હતા. આ સંદર્ભમાં સાયરસ મિસ્ત્રીને ટાટા સ્ટીલના બોર્ડમાંથી બહાર રાખવાનો પ્રસ્તાવ રજૂ કરાશે.

Leave a Comment