Share
ટોયેટાએ ફોર્ચ્‍યુનરની કાયાપલટ..

ટોયેટાએ ફોર્ચ્‍યુનરની કાયાપલટ..

નવી દિલ્‍હી,તા.૮ : ટોયેટાના સોૈથી  સફળ ગણાતા  સ્‍પોર્ટસ યુટિલિટી વેહિકલ  ફોર્ચ્‍યુનરને કંપનીએ આખેઆખી કાયાપલટ  સાથે નવી લોન્‍ચ કરી છે. નવી ફોર્ચ્‍યુનરમાં ડીઝલ ઉપરાંત પેટ્રોલ એન્‍જિનનો ઓપ્‍શન પણ અપાયો છે. એની કિંમત ૨૫.૯૧ લાખથી ૩૧.૧૨ લાખ રૂપિયા (એક્‍સ – શોરૂમ) સુધી છે. ગઇકાલે દિલ્‍હીમાં લોન્‍ચ થયેલા ફોર્ચ્‍યુનરના નવા  મોડેલની સંપુર્ણ કાયાપલટ થઇ ચુકી છે. એનું ઇન્‍ટીરિયર અને બહારનો લુક પ્રીમિયમ કાર જેવા બનાવવામાં આવ્‍યા છે. એમાં નેવિગેશન માટે ટચસ્‍ક્રીન ઇન્‍ફોટેઇનમેન્‍ટ સિસ્‍ટમ છે. સાત રંગોના  ઓપ્‍શન સાથે ઓટોમેટિક અને મેન્‍યુઅલ  ટ્રાન્‍સમિશન બંનેનો  ઓપ્‍શન છે.

Leave a Comment