Share
સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યું છે યુવરાજ – હેઝલના લગ્નનું કાર્ડ

સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યું છે યુવરાજ – હેઝલના લગ્નનું કાર્ડ

નવી દિલ્હી : યુવરાજ અને અભિનેત્રી હેઝલ કીચ આ મહિને 30 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. યુવરાજના લગ્નના કાર્ડની તસ્વીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. આ કાર્ડ ખુબ જ ખાસ છે કારણ કે યુવીએ આ કાર્ડને સંપુર્ણ ક્રિકેટનો રંગ આપવાનો પ્રયાસ કર્યો છે. કાર્ડની થીમ ક્રિકેટ રાખવામાં આવી છે.

કાર્ડ પર લખવામાં આવ્યું છે કે કે, યુવારજ એન્ડ હેજલ પ્રીમિયર લીગ, લવિંગ ઇટ, સરજી. યુવીના લગ્નના કાર્ડને બનાવનારા સેન્ડી અને કપિલ ખુરાનાએ આ કાર્ડ બનાવવામાં પોતાનો જીવ રેડી દીધો છે. બંન્નેએ મળીને કાર્ડને એ રીતે ડિઝાઇન કર્યું છે, જેને જોતા તમને ક્રિકેટનું મેદાન હોય તેવો જ અનુભવ આવશે.

આ કાર્ડની બીજી એક ખાસ બાબત છે કે તેમાં યુવી અને તેની ભાવી પત્ની હેઝલના કાર્ટુન્સ પણ બનેલા છે, જેનાથી કાર્ડની એક અલગ જ ભાત ઉપસે છો. કાર્ડનાં ડિઝાઇનર અનુસાર કાર્ડની થીમનો આઇડિયા હેઝલ અને યુવરાજનો જ હતો. તે બંન્ને આ રીતે જ કાર્ડને રોચક બનાવવા માંગતા હતા.

સમાચારો અનુસાર યુવીના લગ્ન 30 નવેમ્બરે ચંડીગઢમાં થશે. ત્યાર બાદ 2 ડિસેમ્બરે ગોવામાં બંન્ને હિન્દૂ રીતિ રિવાઝ સાથે બીજી વખત લગ્નના બંધનમાં બંધાશે, જેમાં તેના મુંબઇના તમામ મિત્રો આમંત્રીત હશે.

Leave a Comment