Share
રાહુલનું પત્તું ફરી એક વખત કપાયું, સોનિયા જ રહેશે કોંગ્રેસ અધ્યક્ષ

રાહુલનું પત્તું ફરી એક વખત કપાયું, સોનિયા જ રહેશે કોંગ્રેસ અધ્યક્ષ

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું પ્રમોશન ફરી એક વખત ટળ્યું છે. હજુ સોનિયા ગાંધી જ પાર્ટી અધ્યક્ષ બની રહેશે. કોંગ્રેસે સંગઠન ચૂંટણી માટે એક વર્ષનો વધારે સમય માંગ્યો છે. પાર્ટીએ એના માટે ચૂંટણી પંચને ચિઠ્ઠી લખી છે. સૂત્રોનું માનવું છે કે પાર્ટી હજુ ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત કેટલાક રાજ્યોમાં ચૂંટણની તૈયારીમાં લાગેલી છે અને એવામાં સંગઠનમાં ફેરફાર મુનસીબ માનવામાં આવશે નહીં.

જો કે સોમવારે દિલ્હીમાં થયેલી કાર્યસમિતની બેઠકમાં સર્વસંમતિથી એવી માંગણી કરી છે કે રાહુલ ગાંધીએ હવે પાર્ટીની કમાન સોંપી દેવી જોઇએ. ઘણા બધા સભ્યોનું એવું માનવું છે કે છેલ્લા ગણા સમયથી ઘણા મુદા પર રાહુલ ગાંધીએ આક્રમક વલણ અપનાવ્યું છે. ખાસ કરીને વન રેન્ક પેન્શનના મુદાને જે રીતે ઉઠાવ્યો, એનાથી પાર્ટી વપર સકારાત્મક સંદેશો ગયો છે. એવામાં એમને કમાન પોતાના હાથમાં લઇ લેવી જોઇએ.

કોંગ્રેસે સંગઠન ચૂંટણી પહેલાના એક વર્ષ માટે ટાળીને ડિસેમ્બર 2016 કરી દીધું હતું. પાર્ટીમાં નિર્ણય લેનારી સંસ્થા સીડબ્લ્યૂડી બેઠકમાં સ્વાસ્થ્યના કારણે સોનિયા ગાંધી હાજરી આપી શકી નહીં. ત્યારબાદ લગભઘ એવું નક્કી થઇ ગયું હતું કે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવામાં આવશે નહીં. પાર્ટીના સૂત્રઓનું કહેવું છે કે સંગઠન ચૂંટણી એક વર્ષથી વધારે સમય માટે ટાળવાની જરૂર એટલા માટે પડી કે ચૂંટણી કરાવવા માટે ખૂબ ઓછો સમય બચ્યો છે અને પાર્ટીએ આગળના વર્ષ થનારી ચૂંટણી પર ફોકસ કરવાનું છે. કેટલાક લીડર્સ એવા છે જેમનામાં આ વાતને લઇને મતભેદ છે કે રાહુલને ક્યારે પ્રમોટ કરવામાં આવશે.

નોંધનીય છે કે સોમવારે દિલ્હીમાં થયેલી સીડબ્લ્યૂની બેઠકમાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટીવી ચેનલ પર પ્રતિબંધને લઇને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતાં. તેમને કહ્યું કે મોદી સરકાર સત્તાના નશામાં ચૂર છે.

Leave a Comment