Share
જીએસટી : ખાદ્ય તેલ, મસાલા, ચા, કોફી ઉપર ટેક્સમાં ચાર ટકા બચત..

જીએસટી : ખાદ્ય તેલ, મસાલા, ચા, કોફી ઉપર ટેક્સમાં ચાર ટકા બચત..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે જીએસટી માટે ચાર સ્તરના ટેક્સ સ્લેબની જાહેરાત કર્યા બાદ સામાન્ય લોકોમાં ચર્ચા છે. પરંતુ સરળરીતે જોવામાં આવે તો જીએસટી અમલી બન્યા બાદ સામાન્ય લોકોને સીધો ફાયદો થશે. જીએસટીની વ્યવસ્થામાં આ બાબત પર ધ્યાન આપવામાં આવ્યુ છે કે સામાન્ય વ્યક્તિ પર કોઇ બોજ ન પડે. ખાદ્યાન સહિત સામાન્યરીતે ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓ પૈકી અડધાથી વધુ ચીજો પર ટેક્સ શુન્ય રહેશે. અલબત્ત આ વસ્તુ જીએસટીના હિસ્સા તરીકે રહેશે પરંતુ તેમના પર ટેક્સ શુન્ય હોવાના કારણે સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર કોઇ અસર થશે નહી. આ ઉપરાંત દરરોજ ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓના દર વર્તમાન ટેક્સ ટેક્સ સ્લેબ કરતા ઓછા રાખવામાં આવ્યા છે.

ખાદ્ય તેલ , ચા, મસાલા, કોફી પર હાલમાં નવ ટકા ટેક્સ છે જેના બદલે જીએસટીના દર પાંચ ટકા રહેશે. એટલે કે આ ચીજ વસ્તુઓ પર આપને ટેક્સમાં ચાર ટકાનો ફાયદો થશે. આવી જ રીતે કોમ્પ્યુટર્સ અને પ્રોસેસ્ડ ફુડ્સ પર હાલમાં ૯-૧૫ ટકાના ટેક્સ સ્બે છે જેની સામે જીએસટીમાં આ દર ૧૨ ટકા છે. આ ચીજ વસ્તુઓ પર પણ સામાન્ય રીતે ફાયદો થશે. સાબુ, તેલ અને શેવિગ્સ સ્ટિક્સ હાલમાં ૧૫-૨૧ ટકાના ટેક્સ સ્લેબમાં આવે છે પરંતુ જીએસટીમાં આ દર ૧૮ ટકા છે. આમાં પણ સામાન્ય વ્યક્તિને લાભ થશે., એલઇડી ટીવી પર સામાન્ય વ્યક્તિ પર બોજ વધશે. હાલમાં આ વસ્તુઓ પર ૨૧ ટકા ટેક્સ લાગે છે. જેના માટે જીએસટીમાં ૨૮ ટકા ટેક્સ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સોના પર સર્વિસ ટેક્સના સંબંધમાં હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે જીએસટી રેટની ગઇકાલે ગુરૃવારે જાહેરાત કરી દેવામાં આવી હતી. કેન્દ્રિય નાણા મંત્રી અરૃણ જેટલી દ્વારા જીએસટી રેટની જાહેરાત કરવામાં આવી હતી. જીએસટી કાઉન્સિલમાંથી ટેક્સના દરોને મંજુરી મળ્યા બાદ જેટલીએ આની જાહેરાત કરી હતી. જીએસટી કાઉન્સિલ દ્વારા ચાર સ્તરીય ટેસ્ટ વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે. જે હેઠળ પાંચ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાના ટેક્સ રેટના દર રહેશે. સામાન્ય ઉપયોગની ચીજવસ્તુઓ ઉપર સૌથી ઓછા પાંચ ટકાનો ટેક્સ રહેશે.અન્ય વસ્તુઓ ઉપર ૧૨ ટકા અને ૧૮ ટકાના ટેક્સ રેટ રહેશે. બીજી બાજુ તમાકુ ઉત્પાદકો ઉપર સૌથી વધુ ૨૮ ટકા ટેક્સ રેટ નક્કી કરામાં આવ્યો છે. આ ઉપરાંત કોલડ્રીક્સ જેવી વસ્તુઓ ઉપર પણ ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ લેકઝરી ચીજવસ્તુઓ ઉપર મહત્તમ ટેક્સ લાગુ કરવામાં આવશે.

ખાદ્યાન્ન ચીજવસ્તુઓ સહિત સામાન્ય નાગરિકો દ્વારા ઉપયોગ કરવામાં આવતી ૫૦ ટકા વસ્તુઓ પર શૂન્ય ટેક્સ લાગશે. આનો મતલબ એ થયો કે આ તમામ વસ્તુઓ હાલની તુલનામાં સસ્તી થઇ જશે. તીવ્ર મોંઘવારીનો સામાનો કરી રહેલા સામાન્ય લોકો પર બોજ આ રીતે ઘટી જશે. હાલ જે વસ્તુ ઉપર એક્સાઈઝ ડ્યુટી અને વેટ સહિત કુલ ૩૦-૩૧ ટકા ટેક્સ લાગે છે તેના પર જીએસટી દર ૨૮ ટકા રહેશે. ટીવી, એસી, ફ્રિઝ, વોશીંગ મશીન વધુ સસ્તા કરવામાં આવશે. જીએસટીની નવી વ્યવસ્થા અમલી બની ગયા બાદ આ તમામ ચીજવસ્તુઓ સસ્તી થશે. એટલે કે કન્ઝયુમર ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થશે. કેન્દ્રની મોદી સરકાર પહેલી એપ્રિલ ૨૦૧૭થી સમગ્ર દેશમાં જીએસટીને અમલી કરવાની યોજના ધરાવે છે. છેલ્લા કેટલાક દિવસથી આને લઈને અટકળોનો દોર ચાલી રહ્યો હતો.

એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રને સિંગલ માર્કેટમાં ફેરવી નાખવા માટે આ વ્યવસ્થા ખૂબ જ અસરકારક રહેશે. તમામ મહેસુલી આવકને લઈને પણ વધુ ગણતરી થઈ રહી છે.લાઈફને વધુ સરળ બનાવવા અને બિઝનેસ કારોબારને સરળ બનાવવામાં મદદ મળશે. કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ બાસ્કેટ ઇન્ડેક્સની અડધાથી વધુ ચીજવસ્તુઓ ઉપર શૂન્ય ટેક્સ રેટ રહેશે જેના લીધે કસ્ટમરો ઉપર કોઇ બોજ આવશે નહીં. આ ચીજવસ્તુઓ જીએસટીના ભાગરુપે રહેશે પરંતુ લોકોને આની કોઇ અસર થશે નહીં. કારને ૨૮ ટકાના બ્રેકેટમાં રાખવામાં આવી છે. નાની કાર ઉપર રિબેટ અથવા તો છુટ છાટ મળશે. લકજરી વાહનો ઉપર સેસ લાગૂ થઇ શકે.

Leave a Comment